બનાસકાંઠા : દિયોદર માં 100 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવા તાલુકા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રીને લેખિતમાં કરી રજુઆત.

0
4
સમગ્ર ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવ્યો છે. સરકાર દ્વારા વિવિધ નિર્ણયો વડે કોરોના ને ડામવા માટે ના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો. કે ગુજરાત માં કોરોના દિન પ્રતિદિન કેસો ની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે. જો. કે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તાર માં કોરોના વાઇરસ ના કેસો માં વધારો થવા પામ્યો છે. જેમાં આવી વિકટ પરિસ્થિતિ ના દિયોદર ખાતે 100 બેડ ની કોવિડ 19 હોસ્પિટલ ઉભી કરવા તાલુકા પંચાયત ના પ્રમુખે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ને લેખિત માં રજુઆત કરી છે.
દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ફરજ બજાવતા ચિત્રલેખા કુવરબા પ્રવિણસિંહ વાઘેલા એ દિયોદર ગ્રામીણ વિસ્તાર અને દિયોદર શહેર માં કોરોના વાઇરસ ના કેસો માં વધારો થઈ  રહ્યો છે. જેમાં દિન પ્રતિદિન વધતા જતા કેસો ને ધ્યાને લઇ દિયોદર તાલુકા પંચાયત ના લેટર પેડ પર મુખ્યમંત્રી ને લેખિત માં રજુઆત કરતા દિયોદર ખાતે 100 બેડ ની કોવિડ 19 હોસ્પિટલ ઉભી કરવા વિચારણા કરવા રજુઆત કરી છે.
આ બાબતે પ્રવિણસિંહ વાઘેલા એ જણાવેલ કે હાલ ની સ્થિતિ ઘણી ગંભીર છે અને તાલુકા તેમજ શહેર માં કેસો માં વધારો થઈ રહો છે, જેમાં મુખ્યમંત્રી દ્વારા દિયોદર ખાતે 100 અથવા 50 બેડ ની એક કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવે તેવી રજુઆત કરી છે. દિયોદર શહેર માં ઓછા માં ઓછા B.A.M.S., B.H.M.S., M.B.B.S , કરેલા 25 ડોકટરો પ્રેકટીસ કરે છે. આ તમામ ડૉક્ટર ને કોવિડ 19 મહામારી બાબત ની short duration training તાલુકા હેલ્થ ઓફિસ મારફતે આપવામાં આવે તો આ ડોકટરો પણ mild કેસો નું સારી રીતે નિદાન તેમજ તપાસ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે તે યોગ્ય વિચારણા લઈ યોગ્ય પગલાં લેવા જોઈએ….
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા.