જુદી જુદી ભાષાની ફિલ્મો કરવા તમન્ના ભારે ઉત્સુક

0
26

બાહુબલી અને બાહુબલી-૨ જેવી ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી ચુકેલી તથા પોતાની અલગ ઓળખ ઉભી કરી ચુકેલી તમન્ના ભાટિયા જુદી જુદી ભાષાની ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સુક છે. તે હાલમાં ત્રણ ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં હિન્દી ફિલ્મ બોલે ચુડિયા સામેલ છે. જેમાં તે નવાજુદ્દીન સાથે દેખાશે.

આ ફિલ્મમાં પહેલા મૌની રોયને લેવામાં આવી હતી. હવે તેની જગ્યાએ તમન્નાની પસંદગી કરાઇ છે. તે સીટીમાર નામની સાઉથની ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં ગોપીચંદ છે. તે અન્ય એક મહાલક્ષ્‍મી નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. તે હાલમાં હિન્દી કરતા દક્ષિણ ભારતની ફિલ્મોમાં વધારે સક્રિય થયેલી છે. તેની પાસે સાઉથની ફિલ્મો વધારે આવી રહી છે. તે દક્ષિણ ભારતની વધુને વધુ ફિલ્મ કરવા માટે તમિળ અને તેલુગુ ભાષા શિખી ચુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here