Wednesday, December 8, 2021
HomeGPSCના પરિણામમાં યુવકે કર્યા ચેડા, નોકરી મેળવવા રજૂ કર્યા ખોટા દસ્તાવેજ
Array

GPSCના પરિણામમાં યુવકે કર્યા ચેડા, નોકરી મેળવવા રજૂ કર્યા ખોટા દસ્તાવેજ

GPSC પરીક્ષામાં ખોટા દસ્તાવેજથી એક શખ્સે નોકરી મેળવવા ખોટી દાવદારી કરી હોવાનો મમલો સામે આવ્યો છે. ભાવિક જે અડીએચા નામના યુવકે ખોટી રીતે દાવેદારી કરી પરિણામમાં પોતાનું નામ ઉમેરી નોકરી મેળવવા ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા. પરિણામ સાથે ચેડા કર્યા બાદ આરોપી યુવકે નોકરી આપવા માટે જીપીએસસીમાં અરજી કરી હતી.

મળતી માહિતી મુજબ 2018માં GPSC દ્વારા ક્લાસ-1 અને 2ની પરીક્ષા બાદ 2019માં પરિણામ જાહેર કરાયું. પરિણામમાં અનુક્રમ નંબર-13માં ફાલ્ગુન પંચાલનું નામ હતું. જોકે આરોપી ભાવિને એડિટીંગ કરીને અનુક્રમ નંબર-13 પર પોતાનું નામ હોવાનો GPSCમાં દાવો કર્યો. ખોટા દસ્તાવેજ રજૂ કરીને ભાવિને ઓર્ડર આપવાની માગ કરી.

આ મામલે તપાસ કરતા ભાવિનનો પ્રિલિમરી પરીક્ષાનો કેન્દ્ર ભુજની આલ્ફેડ સ્કૂલમાં હોવાનું સામે આવ્યુ. આ શખ્સે પ્રિલિમરી પરીક્ષા જ ન આપી હોવાનું સામે આવ્યુ. સમગ્ર ઘટના બાદ GPSCએ શખ્સ પર તમામ પરીક્ષાને લઈને પ્રતિબંધ મુક્યો. ત્યારે હવે ગાંધીનગરમાં સેક્ટર-7માં ભાવિક નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.

ગાંધીનગરના ડીવાયએસપી એમ. કે રાણાએ જણાવ્યુ કે, ભાવિક અડીએચાએ નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-૨ના પરિણામમાં ચેડા કર્યા હતા. ફાલ્ગુન પંચાલ નામની વ્યક્તિના પરિણામની જગ્યાએ ભાવિક અડીએચાએ GPSCના પરિણામમાં ચેડાં કરીને નગરપાલિકામાં મુખ્ય અધિકારીની નોકરી માટે દાવો કર્યો હતો.

આ મામલે GPSCએ સઘન તપાસ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, ભાવિકે પરીક્ષા આપી જ ન હતી. ત્યારે જીપીએસસી દ્વારા ભાવિક અડીડેચાને હંમેશા માટે બ્લેક લિસ્ટ કરી દેવાયો છે. હવે ભાવિક જીપીએસસીની પરીક્ષા ક્યારેય આપી નહિ શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments