સેક્સથી બ્યુટીના બેનિફિટ્સ : સુંદરતામાં ચાર ચાંદ લગાવવા સાથે તન મનને કરી દેશે તરબોળ

0
8

સારા દેખાવું કોને ન ગમે? દરેક વ્યક્તિને પોતે સુંદર દેખાવાનો પ્રયાસ કરતી હોય છે. તન મનની સુંદરતા માટે સતત સજાગ રહે છે. કોઈ તમારા રૂપના વખાણ કરે તે કઈ સ્ત્રીને ન ગમે. પરંતુ શું તમે જાણો છો કે આ ખુબસૂરતી, રૂપયૌવના ફક્ત શારીરિક સ્કીન કેર કરવાથી નથી આવતી પરંતુ પ્યાર મહોબતતી પણ આવતી હોય છે. જો તમારા પાર્ટનરનો પ્રેમ સતત મળતો રહે તો તમારી સ્કીન પણ ખિલેલી રહે છે. આંખો નિખરેલી હોય. પાર્ટનરનો પ્રેમ સાથે સેક્સના પણ ઘણાં ફાયદાઓ છે. બ્યુટી સાથે જોડાયેલી સેક્સની આ વાતો કદાચ તમે નહીં જાણતા હોવ, સેક્સથી બ્યુટીના બેનિફિટ્સ. સેક્સથી પણ તમારા તન મનની સુંદરતામાં વધારો થાય છે.

સેક્સુઅલ રિલેશનથી પોતાની ઉંમરથી 7થી 12 વર્ષ યંગ દેખાશો

સંભોગ એ બે પાત્રોનું શારીરિક આકર્ષણ જ નથી પરંતુ શારીરિક તાકાતમાં વધારો કરવા સાથે શરીરનો ગ્લો વધારે છે. અઠવાડિયામાં 3 વખતના સંભોગથી તમારી વૃદ્ધાવસ્થા તમારાથી દૂર ભાગશે. સેક્સના કારણે હાર્ટબીટમાં વધારાને કારણે લોહીનો ફ્લો દરેક અંગોમાં વધી જાય છે. જેના કારણે શરીરમાં ઓક્સિજન માત્રામાં વધારો થાય છે. શરીરમાં ઓક્સિજન લેવલ સારું જળવાવાના કારણે ચહેરાની રોનક જ બદલાઈ જાય છે. જે લોકો અઠવાડિયામાં ત્રણ વખત સંભોગ – સેક્સુઅલ રિલેશન બનાવે છે તે પોતાની ઉંમરથી 7થી 12 વર્ષ યંગ નજરે આવે છે.

સંભોગથી વધી જાય છે રોગપ્રતિકારક શક્તિ

કદાચ તમને ખ્યાલ પણ નહીં હોય કે ઓર્ગેઝમ પર શરીરમાં સેરાટોનિન અને ડીએચઈનો સ્રાવ થાય છે. સેરાટોનિન એક ન્યૂરોટ્રાંસ્મીટર છે જે પોતાને તન મનમાં જોશ ભરપૂર રાખે છે. એનાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. ભરપૂર સંભોગનો આનંદ ઉઠાવવાથી શરીરમાં જોમ જુસ્સો અનોખો જોવા મળે છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

સેક્સ માણવાથી શરીરમાં એસ્ટ્રોજન વધતાં સ્કિન બને છે સ્મૂથ અને સિલ્કી

એસ્ટ્રોજનના કારણે સ્કિન મોઈશ્ચરાઈઝ થાય છે અને રિંકલ્સ ફ્રી રહે છે. જે સ્કીનને લચીલી પણ બનાવી રાખે છે. પ્રોપર મોઈશ્ચરને કારણે સ્કિન સોફ્ટ અને સ્મૂથ બનેલી રહે છે. આવી વાતો મનઘડંત નથી પરંતુ જર્નલ ઓફ સેક્સુઅલ મેડિસીનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ રેગ્યુલર સંભોગના કારણે શરીરમાં સેક્સુઅલ ઓર્ગેજમના કારણે એસ્ટ્રોજનનું લેવવ વધી જતું હોય છે. જેના કારણે સ્કિન અને વાળ ખૂબજ હેલ્ધિ બને છે. શરીરમાં હોર્મોનમાં પણ બેલેન્સ આવે છે.

સહશયનના આંનંદથી મેળવો ગુડ ફિલિંગ

સહશયનનો આનંદ માણતા કપલોમાં એકબીજા પ્રત્યેનું આકર્ષણ, રોમાન્સને કારણે શારીરિક હોર્મોન્સમાં ફેરફાર થાય છે. એકબીજામાં તરબતર થઈને સંભોગનો આનંદ લુફ્ત ઉઠાવનારાઓના શરીરમાં ગુડ ફિલ કરાવતા હોર્મોન્સ ડોપામાઈન અને ઓક્સિટોસિનનો સ્રાવ થતો હોય છે. ઓક્સિટોસિન સ્રાવના કારણે તમને રિલેક્સ અનુભવો છો. જેનાથી તમે પોતાની સાથે અન્ય લોકો સાથે પણ ગુડ ફિલ કરો છો.

સેક્સ અને મેડિટેશન બંને મગજના ચોક્કસ ભાગને કરે છે પ્રભાવિત

સેક્સ અને મેડિટેશન બંને મગજના એક જ ભાગે ચોક્કસ રીતે પ્રભાવિત કરે છે. મેડિટેશન જે પ્રભાવ તમારા મનોમગજમાં પાડે છે તે જ પ્રભાવ સેક્સના કારણે પણ પડે છે. જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આંતરિક શાંતિનો અનુભવ કરી શકો છો. જેનાથી તમે સ્ટ્રેસ વિના તમારા કાર્યોને પણ સફળતાપૂર્વક પાર પાડી શકો છો. ખરેખર સેક્સ એ ફક્ત બે લિંગોનું મિલન નથી. સેક્સ એ તન મનને શાંતિ પ્રદાન કરનારું છે.