બિહાર ચૂંટણીમાં હવે તંત્ર મંત્ર : સુશીલ મોદીએ કહ્યું- 3 વર્ષ પહેલાં લાલુએ મને મારવા માટે તાંત્રિક અનુષ્ઠાન કરાવ્યું હતું

0
0

ડેપ્યુટી સીએમ સુશીલકુમાર મોદીએ રવિવારે RJD પ્રમુખ લાલુ પ્રસાદ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. સુશીલ મોદીએ એક ટ્વીટ કર્યુ છે જેમાં લખ્યું છે કે- લાલુ યાદવ મને મારવા માટે ત્રણ વર્ષ પહેલાં તાંત્રિક અનુષ્ઠાન કરાવ્યું હતું. તેઓને જનતા પર વિશ્વાસ ન હતો. આ જ કારણ છે કે તેઓ તંત્ર મંત્ર અને પ્રેત સાધના કરાવતા હતા.

કોરોના પોઝિટિવ સુશીલ મોદી હાલ પટના એઇમ્સમાં પોતાની સારવાર કરાવી રહ્યાં છે. તેમના આ આરોપને લઈને તેજસ્વી યાદવે કહ્યું કે આવા અજીબ નિવેદન પર હું શું બોલું. સુશીલ મોદી પાસે આવી આશા ન હતી. તેજસ્વીએ કહ્યું- સુશીલ મોદીએ બેકારી અંગે બોલવું જોઈતું હતું. ઈન્ડસ્ટ્રી, શિક્ષા અને સ્વાસ્થ્ય સેવા પર પ્રતિક્રિયા આપવાની જરૂર હતી. 15 વર્ષ દરમિયાન શું કર્યું તે જણાવવાની જરૂર હતી. આવા સમયે આ પ્રકારના અંધવિશ્વાસથી ભરેલું નિવેદન આશ્રર્ય પમાડે તેવું છે.

વિધાનસભા ચૂંટણી પહેલાં બકરાઓની બલિ આપવાના છે લાલુ- સુશીલ મોદી

ઘાસચાર કૌભાંડમાં સજા કાપી રહેલા લાલુ યાદવ પર સુશીલ મોદીએ કહ્યું કે, લાલુ પોતાને બચાવવા માટે તંત્ર-મંત્ર અને પશુબલિ કરાવે છે. તેમ છતાં તેઓ ન તો જેલ જવાથી બચી શક્યા, કે ન તો સત્તા બચાવી શક્યા. પ્રેત સાધના પણ તેમને 14 વર્ષની જેલથી બચાવી ન શકી. લાલુ વિધાનસભા ચૂંટણી પહેલાં રાંચીના કેલી બંગલામાં જેલ મેન્યુઅલના ધજાગરા ઉડાવતા નવમીના દિવસે ત્રણ બકરાઓની બલિ આપવાના છે. તેઓને આભાસ થઈ ગયો છે કે હાંશિયામાં ધકેલાય ગયેલા કેટલાંક પક્ષો સાથેના ગઠબંધન અને માત્ર વાયદાઓથી પાર્ટીની નૈયા પાર નહીં કરી શકે.

ડેપ્યુટી સીએમએ કહ્યું કે લાલુ એટલા અંધવિશ્વાસી છે કે તેઓએ ન તો માત્ર તાંત્રિકના કહેવાથી સફેદ કુર્તો પહેરવાનું છોડ્યું, પરંતુ તાંત્રિક શંકર ચરણ ત્રિપાઠીને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા બનાવી દીધા. તે જ તાંત્રિકના વિંધ્યાચલ ધામ (મિર્ઝાપુર)માં લાલુ પ્રસાદે તાંત્રિક પૂજા કરાવી હતી.

સુશીલ મોદીએ ટ્વિટર પર શેર કર્યા લાલુના અંધવિશ્વાસ સાથે જોડાયેલા કિસ્સાઓ

સુશીલ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર કેટલાંક અખબારોના કટિંગ શેર કર્યા છે. જેમાં તેઓએ લાલુ અને તેમના અંધવિશ્વાસ સાથે જોડાયેલાં કેટલાંક કિસ્સાઓ શેર કર્યા છે. કેટલાંક અખબારોને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં સુશીલ મોદીએ કહ્યું- 2009માં પૂર્ણ સુર્ય ગ્રહણ જોવા તારેગના પહોંચેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે જ્યારે ગ્રહણના સમયે બિસ્કિટ ખાઈ લીધું, ત્યારે અંધવિશ્વાસી લાલુ પ્રસાદે કહ્યું હતું કે તેનાથી દુષ્કાળ પડશે, જ્યારે કે બિહારમાં એનડીએના શાસન દરમિયાન કૃષિમાં સારો એવો વિકાસ થયો.

2005માં જ્યારે જનતાએ લાલુ-રાબડીના કુશાસનને ફગાવી દીધું, ત્યારે લાલુ પ્રસાદે મુખ્યમંત્રી નિવાસસ્થાન છોડવામાં દોઢ મહિનો લગાડી દીધો. બાદમાં કહ્યું કે નિવાસસ્થાનની દીવાલમાં એવી તંત્રસિદ્ધ વસ્તુઓ રાખીને આવ્યો છું કે હવે ત્યાં કોઈ ટકી જ નહીં શકે. પરંતુ, તે જ નિવાસસ્થાનમાં રહેતા મુખ્યમંત્રી નીતિશ કુમાર 15 વર્ષથી બિહારની સેવા કરી રહ્યાં છે.

શપથ ગ્રહણના મૂર્હુતને અશુભ ગણાવ્યા હતા

26 મે, 2014નાં રોજ નરેન્દ્ર મોદીએ જ્યારે વડાપ્રધાન પદ તરીકે શપથ લીધા, ત્યારે લાલુ પ્રસાદે શપથ ગ્રહણના મૂર્હુતને ગોધૂલિ બેલાને અશુભ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે સરકાર પાંચ વર્ષ સુધી નહીં ચાલે. જો કે વડાપ્રધાન મોદીએ 5 વર્ષ સુધી સરકાર ચલાવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here