આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સાબદુ

0
0

ખેડા જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના કેટલાક પંથકમાં છુટોછવાયો વરસાદ પડ્યો છે. આજ સવારથી જ અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લાના કેટલાક પંથકમાં છુટોછવાયો વરસાદ પડ્યો છે. શનિવારે સમગ્ર દિવસ દરમિયાન સવારે 10 થી 12 સુધીમાં કઠલાલ પંથકમાં 3 એમ.એમ.,નડિયાદ પંથકમાં 9 એમ. એમ. અને વસો પંથકમાં 6 એમ. એમ. વરસાદ પડ્યો છે. જ્યારે બપોરે 12થી 2 ના સમયગાળામાં કઠલાલમાં 14 એમ. એમ. અને ઠાસરા પંથકમાં 5 એમ. એમ. વરસાદ ખાબક્યો છે. આમ જિલ્લાના કુલ 10 તાલુકાઓમાંથી માત્ર 4 તાલુકાઓમાંજ વરસાદ પડ્યો છે.

આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
18જુનથી 20 જુન દરમિયાન સમગ્ર ખેડા જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતાં ખેડા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં ગોઠવી દેવાયું છે. તમામ અધિકારીઓને પોતાના મુખ્ય મથકમાં જ હાજર રહેવાનો હુકમ કરાયો છે. વરસાદને કારણે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પુરતી તકેદારી રાખવા તંત્ર એ સૂચના આપી દીધી છે. આ સાથે કાર્યરત જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવા જણાવાયું છે. આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદના પગલે વહીવટી તંત્ર સતર્ક બની ચૂક્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here