તનુશ્રી દત્તાએ ૧૮ મહિનામાં ૧૮ કિલો વજન ઘટાડયું

0
9

હજુ થોડા દિવસ પહેલાં જ તનુશ્રી દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો મુક્યો હતો, જેમાં તે અગાઉ કરતાં ગણી ચુસ્ત નજરે પડતી હતી અને તેનો વજન પણ કંઇક અંશે ઓછો થઇ ગયો હોય એવું ઘણાંને લાગ્યું હતું. ઘણાને તો એ વધુ રૂપાળી અને આકર્ષક લાગી હતી. ‘આથી લોકો વિચારવા લાગ્યા કે ઓચિંતુ આ બધું કેવી રીતે થયું. આ કંઇ અણધાર્યું નથી થયું. મેં વજન ઓછું કરવાની શરૂઆત છેક સપ્ટેમ્બર, ૨૦૧૯થી કરી હતી. અને ૧૮ મહિનામાં ૧૮ કિલો વજન ઓછું કર્યું હતું. આ માટે ખૂબ જ ફોકસ રાખી પ્રતિબદ્ધતાનું પાલન કર્યું હતું’ એમ તનુશ્રીએ જણાવ્યું હતું.

ખરેખર તનુશ્રી દત્તા આટલી સુંદર બની ગઇ છે? તનુશ્રીએ એ વાત જાહેર કરી કે ઉજ્જૈનના એક મંદિરની મુલાકાતે ગઇ એ પછી મેં શરીરને ચુસ્ત બનાવવા કસરત કરવાનો-વર્કઆઉટ કરવાનો તથા અઠવાડિમાં એક ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો. ‘ઉપવાસ પછી મને ઘણું સારું લાગવા માંડયું આથી મેં દર સોમવારના ઉપવાસ ચાલુ રાખ્યા. મારું શરીર હળવું લાગવા માંડયું. આથી મેં એ ચાલુ રાખ્યું અને નિયમિત રીતે વર્ક-આઉટ પણ ચાલુ રાખ્યું. મને જ્યારે એવું લાગવા માંડયું કે મારું વજન ઓછું થવા લાગ્યું છે એ પછી મેં એક ટ્રેનર રાખી લીધો જેથી હું વધુ સઘન રીતે વર્ક-આઉટ કરી શકું. બાદમાં મેં મારા ડાયેટમાં પણ ફેરફાર કર્યા અને કાર્બોહાઇડ્રેટ, સુગર, ગ્લુટેન મારા ડાયેટમાં લેવાના બંધ કર્યા અને સૂપ, સલાડ અને જ્યુસ લેવાનું શરૂ કર્યું.

આ પછી તો મારા શરીરમા ચમત્કાર થયો હોય એમ મારા ૮૦ કિલોનું શરીર ઘટીને ૬૨ કિલોનું થઇ ગયું છે. ”લોકોનું ધ્યાન મારા ભણી આકર્ષાયું છે, પાતળી થઇ એને કારણે નહીં, પણ હું વધુ ઉર્જાત્મક લાગવા માંડી એ માટે, એમ જણાવી તનુશ્રી દત્તા કહે છે ઓગસ્ટ, ૨૦૧૯ સુધી તો હું અમેરિકા હતી ત્યાં જ સેટલ થઇ ગઇ હતી. હું મુંબઇ પાછી ફરું કે નહીં એ પણ નક્કી નહોતું, જો કે મને એક્ટિગનો શોખ છે જ, એ જાગ્યો અને હું મુંબઇ દોડી આવી.” મુંબઇમાં મહામારીમાં બંધ પડેલી ફિલ્મ પણ લગભગ સાઇન કરી લીધી છે, એમ તનુશ્રીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here