Saturday, September 24, 2022
Homeઅમદાવાદ : તપન હોસ્પિ.એ કોરોનાના દર્દીનું મોત થતા 9 દિવસનું રૂ. 4.69...
Array

અમદાવાદ : તપન હોસ્પિ.એ કોરોનાના દર્દીનું મોત થતા 9 દિવસનું રૂ. 4.69 લાખનું બિલ આપ્યું, એક ડોક્ટરે એક જ દિવસમાં રૂ. 71 હજાર ચાર્જ કર્યાં

- Advertisement -
  • પરિવારજનો સવારથી હોસ્પિટલ નીચે રાહ જોઇને બેઠા છે
  • દર્દીનું મોત થતા હોસ્પિટલએ રૂ. 4.70 લાખનું બિલ આપ્યું છે
  • ડો.અગમ ગરગિયાએ પહેલી 6 વિઝિટના રૂ.2500 લેખે રૂ.15 હજાર ચાર્જ કર્યાં
  • ગરરિયાએ બીજી 14 વિઝિટના રૂ.4000 હજાર લેખે રૂ.56000 ચાર્જ કર્યાં

અમદાવાદ. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવેલી ખાનગી તપન હોસ્પિટલે કોરોનાના દર્દીનું મોત થતા પરિવાર જનોને રૂ. 4.70 લાખનું બિલ પકડાવી દીધું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલ દ્વારા વધુમાં વધુ રોજના 25000 રૂપિયાનું બિલ થશે તેનું કોટેશન આપ્યું હતું પરંતુ આજે મોત થતા હોસ્પિટલએ રૂ. 4.70 લાખનું બિલ આપ્યું છે હાલમાં પરિવાર પાસે આટલી મોટી રકમ ભરી શકે તેવી વ્યવસ્થા નથી અને હોસ્પિટલ દ્વારા મોટું બિલ આપી દેતા તેઓ દયનીય પરિસ્થિતિમાં મુકાયા છે. તેમજ બિલ ન ભરવાને કારણે હોસ્પિટલે મૃતદેહ પણ સોંપ્યો નથી.

જે દિવસે દર્દીનું મૃત્યુ થયું તે દિવસે ડૉ.અગમ ગારગિયાએ 20 વિઝિટ લીધી અને રૂ.71 હજાર ચાર્જ કર્યાં

હાલ મહમારી કોવિડ 19નીની સ્થિતિમાં દરેક લોકો ડોક્ટરને ભગવાન માને છે અને કોરોનાના દર્દીની સારવાર કરતા તબીબો ભગવાન સમાન જ છે. પરંતુ તપન હોસ્પિટલના બિલમાં ડૉ.અગમ ગારગિયાએ 24મેના રોજ એટલે કે આજે કુલ 20 વિઝિટ લીધેલી બતાવી છે. જેમાં પહેલી 6 વિઝિટના રૂ.2500 લેખે રૂ.15 હજાર અને બીજી 14 વિઝિટના રૂ.4000 હજાર લેખે રૂ.56000 ચાર્જ કરેલા બતાવ્યા છે. આ કઈ રીતે શક્ય છે? એક તો આજે જ દર્દીનું મૃત્યું થયું અને આજે જ 20 વિઝિટ પણ બતાવી અને દેશના સૌથી મોંઘા તબીબમાંના એક હોય એવડો ચાર્જ વસૂલ્યો છે.

હોસ્પિટલ દ્વારા વિઝીટ ચાર્જ સહિત દરરોજના 13000નું કોટેશન આપ્યું હતું

ગોમતીપુરના સુખરામનગરમાં રહેતા 64 વર્ષના સોની સુખરાજભાઈને 14મે ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવેલી આનંદનગરની તપન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સુખરાજભાઈના પુત્ર જગદીશે જણાવ્યું હતું કે તપન હોસ્પિટલ દ્વારા તમામ વિઝીટ ચાર્જ સહિત મને દરરોજના 13000નું કોટેશન આપ્યું હતું અને વેન્ટિલેટર પર જાય તો વધુમાં વધુ 25000નું રોજનું બિલ થશે. આજે મારા પિતાનું અવસાન થયું છે. હોસ્પિટલએ અમને રૂ.4.69 લાખનું બિલ આપ્યું છે. જો રોજના 25000 ગણીએ તો પણ 2.50 લાખ જેટલું જ બિલ થાય છે. પરંતુ આજે અમને આટલી મોટી રકમનું બિલ આપતા ખૂબ જ મુંઝવણમાં મુકાયા છે.

ગમે તેમ કરી 2.50 લાખ ભેગા કર્યા હતા : પરિવાર

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હું આટલી મોટી રકમ ભરી શકું તેમ નથી 2.50 લાખ ગમે તેમ કરી ભેગા કર્યા હતા. અમે સવારના 6 વાગ્યાના હોસ્પિટલની નીચે ઉભા છીએ. હજી સુધી અમને બોડી આપવામાં આવી નથી. ડોકટરોને અમે વાતચીત કરી છે જો કે વાતચીત પરથી બિલ નહિ આપીએ ત્યાં સુધી બોડી નહિ આપે તેવું લાગી રહ્યું છે.

AMCએ નક્કી કરેલી ફી કરતા 5 ગણી વધારે ફી લેવાય છે

કોરોનાની સારવારમાં લોકોને લૂંટતી ખાનગી હોસ્પિટલો પર લગામ તાણવા હાઈકોર્ટે અપનાવેલા કડક વલણ અને આદેશ છતાં અમદાવાદ મ્યુનિ.એ સરકારે નક્કી કરેલી ફી કરતાં પણ પાંચ ગણી ફી ખાનગી હોસ્પિટલોને કરી આપી આદેશને ઘોળીને પી ગઈ છે. મ્યુનિ.એ 42 ખાનગી હોસ્પિટલ માટે સારવારના દરરોજના રૂપિયા 23 હજાર નક્કી કરી આપ્યા છે. રાજ્ય સરકારે મહત્તમ 4 હજારનો દર નક્કી કર્યો હતો. વધારામાં ખાનગી હોસ્પિટલોના આ દરમાં દવા, ડોક્ટરની ફી અને ડાયાલિસિસના ચાર્જનો સમાવેશ થતો નથી. ખાનગી હોસ્પિટલો સાથે કરવામાં આવેલા એમઓયુ મુજબ બેડના 50-50 ટકા ભાગ પાડવામાં આવ્યા છે. અર્થાત ખાનગી હોસ્પિટલે 50 ટકા બેડ મ્યુનિ.ને આપવા પડશે અને મ્યુનિ.એ તેનો ચાર્જ રોજના રૂપિયા 11,250 નક્કી કર્યો છે. બાકીના 50 ટકામાં ખાનગી હોસ્પિટલો સારવાર કરશે જેનો દર 23 હજાર નિયત કરવામાં આવ્યો છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular