તાપસી પન્નુએ અજાણી વૃદ્ધ મહિલાને પ્લેટલેટ્સ ડોનેટ કર્યા

0
7

તાપસી પન્નુ પોતે ઓળખતી નહોતી તે વૃદ્ધ મહિલાને પ્લેટલેટ્સ ડોનેટ કર્યા. ‘શન્ઘાઈ’ અને ‘હિન્દી મીડિયમ’ જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ તિલોતમા શોમે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. તેણે તાપસીના વખાણ કરતા કહ્યું કે, તેણે આ પ્લેટલેટ્સ મારા મિત્રની દાદીને ડોનેટ કર્યા છે.

‘મેં ક્યારેય તેની સાથે કામ કર્યું નથી’

તિલોતમાએ તાપસીને ટેગ કરીને લખ્યું, મેં ક્યારેય તાપસી સાથે કામ કર્યું નથી કે તેની સાથે ફરી પણ નથી. પરંતુ તે મહેનતુ છે તે ખબર છે. જો કે, તે આટલી સારી વ્યક્તિ છે તે વાત ખબર નહોતી. યુ આર ગોલ્ડ. તમારી હિંમતના હું વખાણ કરું છું.

‘મારા મિત્રની દાદીને પ્લેટલેટ્સ ડોનેટ કર્યા’

તિલોતમાએ અન્ય એક પોસ્ટમાં કહ્યું, મારા મિત્રની દાદીને પ્લેટલેટ્સની જરૂર હતી અને મેં તાપસીને ડોનેટ કરવા પૂછ્યું. તે મારા મિત્રને જાણતી નહોતી કે મને પણ જાણતી નહોતી. આ માનવતા નથી? તમારી હેલ્થ માટે પ્રાર્થના કરું છું. તેનાથી કિંમતી કઈ જ નથી.

‘દોબારા’નું શૂટિંગ પૂરું કર્યું, ‘શાબાશ મિતુ’માં વ્યસ્ત

વર્કફ્રન્ટની વાત કરીએ તો, તાપસીએ હાલમાં જ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘દોબારા’નું શૂટિંગ પૂરું કર્યું છે. હાલ તે ક્રિકેટર મિતાલી રાજની બાયોપિકનાં શૂટિંગમાં વ્યસ્ત છે. ડિરેક્ટર રાહુલ ઢોળકિયાની આ ફિલ્મ પ્રિયા અવેને લખી છે. તાપસીની અપકમિંગ ફિલ્મોમાં ‘હસીન દિલરુબા’, ‘રશ્મિ રોકેટ’, ‘લૂપ લપેટા’ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here