તાપસી પન્નુએ કહ્યું, ઘણીવાર ફિમેલ સેન્ટ્રિક ફિલ્મનું બજેટ એટલું હોય છે, જેટલી મેલ એક્ટરની એક ફિલ્મની ફી હોય છે

0
4

એક્ટ્રેસ તાપસી પન્નુ હાલ તેની આગામી ફિલ્મ ‘રશ્મિ રોકેટ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ‘લો બજેટમાં’ બની રહેલી ફિલ્મ છે. આના પર હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમ્યાન તાપસીએ કહ્યું, ઘણીવાર ફિમેલ ફિલ્મનું બજેટ એટલું હોય છે, જેટલી મેલ એક્ટરની એક ફિલ્મની ફી હોય છે. ‘રશ્મિ રોકેટ’ એક એથ્લેટિક પર આધારિત દિલ્મ છે. આ ફિલ્મ માટે તાપસીએ ખૂબ ટ્રેનિંગ કરી છે. ફિલ્મમાં તાપસી એક દોડવીરના રોલમાં જોવા મળશે.

મેલ એક્ટર જેટલી ફી નથી આપવામાં આવતી
તાપસીએ આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘તમારી પાસે ફિમેલ ડ્રિવન ફિલ્મોમાં એટલું બજેટ નથી હોતું, જેટલું તમારી પાસે મેલ ડ્રિવન ફિલ્મોમાં હોય છે. માટે તમે માત્ર VFX પર નિર્ભર ન રહી શકો. તમારે તમારી બોડી પર પણ કામ કરવાનું હોય જ છે. આ સિવાય એક ફિમેલ એક્ટર એક ફિલ્મમાં આખું વર્ષ ઈન્વેસ્ટ ન કરી શકે કારણકે તેને મેલ એક્ટર જેટલી ફી આપવામાં આવતી નથી.’

તાપસીએ આગળ કહ્યું, ‘અમારી ફિલ્મનું બજેટ એટલું હોય છે જેટલી એક મેલ એક્ટરની એક ફિલ્મની ફી હોય છે. જો હું એક ફિલ્મની તૈયારી અને શૂટિંગમાં એક વર્ષ ઈન્વેસ્ટ કરીશ, તો મારા હાથમાંથી પાંચ ફિલ્મો નીકળી જશે. જે પ્રેક્ટિકલી યોગ્ય નથી. હવે મને આ પ્રકારની ફિલ્મો મળી રહી છે જેને હું કદાચ જ ના પાડી શકું છું.’ ‘રશ્મિ રોકેટ’માં પોતાના એથ્લેટિક કેરેક્ટર માટે તાપસીએ ઘણી મહેનત કરી છે. તેના અમુક ફોટો અને વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા છે.

‘રશ્મિ રોકેટ’ 2021માં રિલીઝ થશે
ફિલ્મ ‘રશ્મિ રોકેટ’માં તાપસી રશ્મિનું કેરેક્ટર પ્લે કરવાની છે જે કચ્છના એક ગામડામાં રહેતી હોય છે. રશ્મિ ઘણું ઝડપથી દોડતી હોય છે માટે ગામના લોકો તેને રોકેટ કહેતા હોય છે. જ્યારે તેને પોતાનો હુન્નર દેખાડવાનો મોકો મળે છે ત્યારે તે પીછેહઠ કરતી નથી અને આગળ વધે છે. ત્યારબાદ તેની જિંદગીમાં જે ઉતાર ચડાવ આવે છે તેના પર આખી સ્ટોરી આધારિત છે. ફિલ્મના ડિરેક્ટર આકર્ષ ખુરાના અને પ્રોડ્યુસર રોની સ્ક્રુવાલા છે. ફિલ્મમાં તાપસી સિવાય પ્રિયાંશુ પેનયુલિ અને અભિષેક બનર્જી પણ મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મ 2021માં રિલીઝ થશે. આ ફિલ્મ સિવાય તાપસીની અન્ય ફિલ્મો ‘હસીન દિલરૂબા’, ‘શાબાશ મિતુ’ અને ‘લૂપ લપેટા’ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here