ઘરેલું હિંસા જેવા ગંભીર મુદ્દાને ઉઠાવે છે તાપસી પન્નુની ફિલ્મ ‘થપ્પડ’,

0
21

મુંબઈ: તાપસી પન્નુની ફિલ્મ ‘થપ્પડ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં તાપસી પન્નુ ફરી એક વખત પોતાની એક્ટિંગથી દર્શકોનું દિલ જીતતી જોવા મળે છે. ફિલ્મની સ્ટોરી ઘરેલું હિંસા જેવા ગંભીર મુદ્દા પર આધારિત છે, જેમાં તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં તાપસી પન્નુએ સવાલ ઉઠાવતી જોવા મળે છે કે શું પ્રેમમાં થપ્પડ યોગ્ય છે ?

 

ફિલ્મના ટ્રેલરમાં જોઈ શકાય છે કે તાપસી પન્નુ પોતાના લગ્ન જીવનમાં ખુશ છે. તેનો પતિ તેને પ્રેમ કરે છે અને સાથે રહે છે. પરંતુ એક દિવસ બધાની વચ્ચે પાર્ટીમાં તેના ઉપર હાથ ઉપાડે છે. બાદમાં શરૂ થાય છે તાપસની પોતાની જાત સાથેની લડાઈ જેમાં તે પોતાને જ સવાલ કરે છે કે શુ આ માત્ર આટલી જ વાત છે? તાપસી જ્યારે આ થપ્પડના વિરોધમાં કોર્ટ જાય છે ત્યારે તેને સમાજનો વિરોધ અને સાથે-સાથે તેના પરિવારના વિરોધનો પણ સામનો કરવો પડે છે. તાપસી પન્નુએ પોતાના સોશિયલ મીડિયા પર ટ્રેલર શેર કર્યું છે અને લખ્યું છે, હાં બસ એક થપ્પડ, પર નહીં માર સકતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here