‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટપ્પુ સેનાએ ગરીબ બાળકો સાથે દિવાળી મનાવી, ચંપક ચાચા ગિફ્ટ લઈને પહોંચ્યા

0
13

જ્યાં એક તરફ મોટાભાગના ટીવી શોમાં દિવાળીની ધૂમ જોવા મળી રહી છે ત્યાં બીજી બાજુ સબ ટીવીના પોપ્યુલર કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની કાસ્ટે બીજા સાથે દિવાળીની ખુશી વહેંચવાનો નિર્ણય લીધો. દિવાળીના અવસર પર શોની ટપ્પુ સેનાએ ઝૂંપડી વિસ્તારના ગરીબ બાળકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો અને તેમની દિવાળી યાદગાર બનાવી. આ દરમ્યાન ચંપક ચાચા એટલે કે બાપુજીએ પણ બાળકો સાથે હાજરી આપી હતી.

ફોટો ક્રેડિટ- પિન્કવીલા.
રંગોળી, મીઠાઈ અને ફટાકડા સાથે હેપ્પી થઇ બાળકોની દિવાળી
દિવાળી પર ટપ્પુ સેનાના ટપ્પુ, ગોગી, ગોલી, પિંકુ અને સોનુ સેલિબ્રેશન માટે મુંબઈના એક ઝૂંપડી વિસ્તારના ગરીબ બાળકોની મુલાકાત માટે પહોંચ્યા હતા. બધા બાળકો તેમની સાથે રંગોળી, મીઠાઈ, ફટાકડા લઈને ગયા અને જેનાથી ગરીબ બાળકોની દિવાળી ખાસ બની શકી.

ગરીબ બાળકોમાં કપડાં અને મીઠાઈ વહેંચી

આ સેલિબ્રેશનના અમુક ફોટોઝ પણ સામે આવ્યા છે જેમાં ટપ્પુ સેનાએ બાળકો સાથે ખૂબ ડાન્સ પણ કર્યો છે. બધા એક્ટર્સ ટ્રેડિશનલ કપડાંમાં હતા. તેમણે ગરીબ બાળકોને કપડાં અને મીઠાઈ પણ વહેંચી. સેલિબ્રેશન દરમ્યાન કાસ્ટે કોરોનાને ધ્યાનમાં રાખીને બધી સાવચેતી પણ રાખી હતી.

હાલમાં જ તારક મેહતા શોના 3 હજાર એપિસોડ પૂરા થયા છે. શો છેલ્લા 12 વર્ષથી સતત દર્શકોને મનોરંજન આપી રહ્યો છે. હાલ TRP બાબતે શોને સારો રિસ્પોન્સ નથી મળી રહ્યો. ગયા અઠવાડિયે શો TRP ચાર્ટમાં 5મા નંબર પર હતો જોકે આ અઠવાડિયે શો ફરી ટોપ 5 શોના લિસ્ટમાંથી બહાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here