Saturday, September 25, 2021
Homeતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : મતભેદ પર દિલીપ જોષીએ કહ્યું જ્યારે...
Array

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : મતભેદ પર દિલીપ જોષીએ કહ્યું જ્યારે લોકો મતભેદ અંગે વાત કરે છો તો હું હસી પડું છું

ટીવી એક્ટર દિલીપ જોષીએ પોતાના શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કો-સ્ટાર શૈલેશ લોઢા (સિરિયલમાં તારક મહેતાની ભૂમિકા ભજવે છે) અને રાજ અનડકટ (ટપ્પુનો રોલ પ્લે કરે છે) વચ્ચે મતભેદો થયા હોવાની અફવા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ લોકો મતભેદો કે અણબનાવની વાત કરે છે તો તે માત્ર હસે છે. તેઓ આ સિરિયલમાં છેલ્લાં 13 વર્ષથી કામ કરે છે. દિલીપ જોષી આ સિરિયલમાં જેઠાલાલનો રોલ પ્લે કરે છે.

પરિવાર જેવા સંબંધો
દિલીપ જોષીએ કહ્યું હતું, ‘અમે 13 વર્ષથી એક સાથે કામ કરીએ છે. જ્યારે લોકો મતભેદ અંગે વાત કરે છો તો હું હસી પડું છું. માત્ર એટલા માટે કે કોઈ સો.મીડિયામાં અટેન્શન મેળવવા માટે કંઈ પણ લખે છે. હવે તો મને આ બધી બાબતોની સ્પષ્ટતા કરવાની પણ જરૂર લાગતી નથી. અમારી ટીમ ગ્રેટ છે અને એટલે જ અમે આટલું સારું કામ કરી રહ્યાં છીએ. હું મારા કો-સ્ટાર્સ તથા પૂરી ટીમની સાથે કામ કરવા કમ્ફર્ટેબલ છું. આથી જ મેં બીજું કંઈ કરવાનું વિચાર્યું નથી. મારું પાત્ર તથા મારી ટીમ મને આગળ વધવાની પ્રેરણા આપે છે.’

હાલ બીજા કોઈ શોમાં કામ કરવું નથી
દિલીપ જોષીએ કહ્યું હતું કે તેમને વેબ શોની અનેક ઑફર મળે છે, પરંતુ હાલમાં તે જેઠાલાલની ભૂમિકા ભજવીને ખુશ છે. તે ભવિષ્યમાં આ અંગે વિચાર કરી શકે છે. જેઠલાલ આજે પણ એક ઘણું જ સુંદર પાત્ર છે. તે જ્યારે પણ બહાર જાય છે ત્યારે ચાહકો ઘણો જ પ્રેમ આપે છે. તેઓ શોને ચાલુ રાખવાની વિનંતી કરે છે. આ એકદમ સરળ પાત્ર છે અને તેથી જ તે સફળ છે.

શું દાવો કરવામાં આવ્યો હતો?
સો.મીડિયામાં વાઈરલ થયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિલીપ જોષી તથા શૈલેશ લોઢા શો માટે પોત-પોતાનું શૂટિંગ કરે છે અને પછી પોતાની વેનિટી વેનમાં જઈને બેસી જાય છે. ત્યાં સુધી કે તેઓ એકબીજા સામે હાસ્યની આપ-લે પણ કરતા નથી. બંને વચ્ચે કોઈ જૂની વાતનો ઝઘડો છે અને તેઓ આનું સમાધાન કરવા તૈયાર નથી. વધુમાં બંને સેટ પર ઘણાં જ પ્રોફેશનલ છે. તેઓ જે રીતે કામ કરે છે, તે જોઈને કોઈને ખ્યાલ ના આવે કે રિયલ લાઈફમાં આ બંને વચ્ચે મતભેદ છે. તેમની ફ્રેન્ડશિપ માત્રને માત્ર સિરિયલ પૂરતી છે. રિયલમાં તેઓ એકબીજાનું મોઢું પણ જોવા તૈયાર નથી.

રાજ અનડકટને ધમકાવ્યો હતો
વેબ પોર્ટલ કોઈમોઈના એક અહેવાલ પ્રમાણે, દિલીપ જોષી સેટ પર સિનિયર એક્ટર્સમાંથી એક છે. વર્ષોથી તેઓ આ સિરિયલ સાથે સંકળાયેલા છે. જોકે તેમને કારણે ક્યારેય શૂટિંગમાં મોડું થયું નથી. જોકે હાલમાં જ રાજ અનડકટે દિલીપ જોષીને સેટ પર એક કલાક સુધી રાહ જોવડાવી હતી. સૌથી નવાઈની વાત એ છે કે રાજે આવું પહેલીવાર કર્યું નહોતું, તે સેટ પર અવાર-નવાર મોડો આવતો હતો અને અન્ય સિનિયર કલાકારોને રાહ જોવડાવતો હતો. રાજની આ આદતથી કંટાળીને દિલીપ જોષીએ સેટ પર જ તેને ખરું-ખોટું સંભળાવી દીધું હતું. માનવામાં આવે છે કે દિલીપ જોષીએ રાજને ધમકાવ્યો પછી તે સેટ પર મોડો નથી આવતો.

2008થી સિરિયલ આવે છે
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ 2008થી ટેલિકાસ્ટ થાય છે. આ કોમેડી સિરિયલ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments