Saturday, September 18, 2021
Homeતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : સિરિયલ છોડવાની અફવા પર હવે મુનમુન...
Array

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : સિરિયલ છોડવાની અફવા પર હવે મુનમુન દત્તાનું રિએક્શન

છેલ્લાં થોડાં સમયથી ચર્ચા હતી કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ મુનમુન દત્તાએ સિરિયલ છોડી દીધી છે. શોની ટીમ દમણથી મુંબઈ પરત ફરી ત્યારથી મુનમુન દત્તા એક પણ દિવસ સેટ પર આવી નથી. હવે એક્ટ્રેસે આ અંગે રિએક્શન આપ્યું હતું.

સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ છોડી હોવાની વાત પર મુનમુન દત્તાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં એક્ટ્રેસે કહ્યું હતું, ‘છેલ્લાં 2-3 દિવસથી કેટલી બાબતોને ખોટી રીતે કહેવામાં આવી રહી છે. આને કારણે મારા જીવન પર નેગેટિવ અસર થઈ રહી છે. લોકો એમ કહે છે કે હું શોના સેટ પર જતી નથી. આ વાત ખોટી છે.’

ટ્રેકમાં મારી જરૂર નથી તો હું શૂટિંગ માટે કેમ જાઉં?
વધુમાં મુનમુન દત્તાએ કહ્યું હતું, સાચી વાત એ છે કે અત્યારે શોના ટ્રેકમાં મારી જરૂર નથી. આથી મને શૂટ પર બોલાવવામાં આવી નથી. પ્રોડક્શન હાઉસ જ સીન તથા ટ્રેક નક્કી કરે છે. હું નક્કી કરતી નથી. હું માત્ર કામ કરું છું અને મારું કામ પૂરું કરીને પરત આવું છું. આથી જો કોઈ સીનમાં મારી જરૂર નથી તો સ્પષ્ટ છે કે હું શૂટિંગ માટે જઈશ નહીં.

ચાહકો મને મુનમુન દત્તા તરીકે ઓળખે
વધુમાં એક્ટ્રેસે એમ જણાવ્યું હતું કેમારા સો.મીડિયા અકાઉન્ટમાં મારા પ્રવાસ તથા ફોટોશૂટના અનેક ફોટોઝ છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ચાહકો મને સિરિયલના કેરેક્ટરના નામથી જ ઓળખે છે. આથી જ હું ઘણી મહેનત કરું છું કે લોકો મને ઓળખે. તેઓ મને પસંદ કરે કે ના કરે તે તેમની પસંદ છે, પરંતુ જે લોકો મને મુનમુન દત્તા તરીકે ઓળખે છે તેમની હું પ્રશંસા કરું છું.

જ્યારે પણ શો છોડીશ, બધાને કહીશ
એક્ટ્રેસે છેલ્લે કહ્યું હતું, હું જ્યારે પણ ‘તારક મહેતા..’ છોડવાનું નક્કી કરીશ તો જાતે જ બધાને કહીશ. દર્શક તેના પાત્ર સાથે ભાવુક રીતે જોડાયેલા છે અને તેમનો હક છે કે તેઓ સચ્ચાઈ જાણે. ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા છેલ્લાં 13 વર્ષથી આ શો સાથે જોડાયેલી છે.

પ્રોડ્યૂસર અસિત મોદીએ પણ રદિયો આપ્યો
શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ હાલમાં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મુનમુન દત્તાના શો છોડવા અંગેના સવાલના જવાબમાં કહ્યું હતું કે મુનમુન દત્તા આ શોમાં મહત્ત્વનું પાત્ર ભજવે છે. તેના શો છોડવાની વાત માત્રને માત્ર એક અફવા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments