તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ૧૧ વર્ષ પૂર્ણ, મુનમુન દત્તાએ શેર કરી તસ્વીર

0
166

સબ ટીવીની પ્રખ્યાત કોમેડી સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ દિવસોમાં ઘણી ચર્ચાઓમાં છે. શોમાં દર અઠવાડિયે નવા-નવા ડ્રામા જોવા મળે છે. કોમેડી ટાઈમિંગ અને નવી-નવી મુસીબતોથી બધાને હસાવનાર ગોકુલધામ વાસીઓને લોકો ખુબ પસંદ કરે છે. હવે આ શોના ૧૧ પૂર્ણ થઈ ગયા છે.

તેની જાણકારી અભિનેત્રી મુનમુન દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વ્રારા આપી છે. સીરીયલમાં બબીતા જીનું પાત્ર નિભાવનારી અભિનેત્રી મુનમુન દત્તાએ પોતાની કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં બબીતા જી એટલે મુનમુન દત્તા ટીમની કાસ્ટ સાથે જોવા મળી રહી છે.

સીરીયલની કેટલીક યાદગાર પળોને યાદ કરતા અભિનેત્રી લખ્યું છે કે, ‘૧૧ વર્ષ પૂર્ણ થયાની ટીમને શુભકામનાઓ! મુનમુન દત્તાની આ તસ્વીરો પર ચાહકો પણ કમેન્ટ કરતા તેમને શુભેચ્છાઓ આપી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here