તારક મેહતાના અભિનેતા રોશન સિંહ સોઢીના પિતા હોસ્પિટલમાં દાખલ

0
0

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સૌથી વધુ જોવામાં આવનાર શો છે. આ શોને બાળકોથી લઈને મોટા લોકો ખૂબ જ ઉત્સાહથી જોવે છે. આમ તો આ સીરીયલ દયાબેન ઉર્ફે દિશા વકાની અને જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીની કોમિક કેમિસ્ટ્રી માટે જાણીતું છે, પરંતુ તેના દરેક પાત્ર ખાસ છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના રોશન સિંહ સોઢી એટલે ગુરુચરણ સિંહ આ દિવસોમાં મુશ્કેલ સમયથી પસાર થઈ રહ્યા છે.

વાસ્તવમાં, ગુરુચરણ સિંહ ઉર્ફે સોઢીના પિતાની તાજેતરમાં સર્જરી કરવી પડી છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા ગુરુચરણ સિંહે આ જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી છે. તેમ છતાં હવે રોશન સિંહ સોઢીના પિતા એકદમ ઠીક છે અને અત્યારે હોસ્પિટલમાં જ દાખલ છે.

ગુરુચરણ સિંહે લખ્યું છે કે, “બધાનો ખૂબ-ખૂબ આભાર આટલી દુઆઓ અને પ્રેમ આપવા માટે. પિતાજીની તબિયત સારી છે પરંતુ હજુ હું તેમને મળી શકતો નથી. કેમકે તેની હજી પરવાનગી નથી.’ આ તસ્વીરમાં સોઢી પોતાના પિતાને વિડીયો કોલ દ્વારા જોઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા ગુરુચરણ સિંહના પિતાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. તેમ છતાં સર્જરી કેમ થઈ આ વાતની જાણકારી સામે આવી નથી. પરંતુ તારક મેહતાના ચાહકો કમેન્ટ કરી તેમના પિતાના સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here