સબ ટીવીની જાણીતી સીરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં બબિતા જીના પાત્રથી પ્રખ્યાત મુનમુન દત્તા આ દિવસોમાં ઇસ્ટ આફ્રિકા ફરવા નીકળી હતી. જી હા, મુનમુન દત્તા તાજેતરમાં પોતાના મિત્રોની સાથે તંજાનિયામાં કિલિમંજારો પહાડ પર ટ્રેક કરવા પહોંચી હતી. પરંતુ આ ટ્રીપમાં તેમની સાથે કંઇક એવું થયું કે, મુનમુન દત્તાને પરત ફરવું પડ્યું અને પહાડ ટ્રેક કરવાની તેમની ઈચ્છા અધુરી રહી ગઈ હતી.પરંતુ મુનમુન દત્તાની આ ઈચ્છા તેમના ખરાબ આરોગ્યના કારણે પૂરી થઈ શકી નથી. આ ટ્રીપમાં તેમનું આરોગ્ય અધવચ્ચે ખરાબ થઈ ગયું હતું. તેના કારને રાતો-રાત મુનમુનને ઘરે પરત ફરવું પડ્યું છે. મુનમુન દત્તાએ પોતાના સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી દીધી છે.તેમને રાતમાં એવો અનુભવ થયો અને પેનિક અટેક આવી ગયો હતો. એટલું જ નહીં, પહાડનું અંધારુ જોઇને મુનમુન દત્તા ભયભીત થઈ ગઇ અને બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ મુનમુન દત્તે પહાડ પર ચડવાની જગ્યાએ ટીમથી મદદ લઈને નીચે જવાની વાત કહી હતી.