Saturday, September 18, 2021
Homeતારક મહેતાના ઊલ્ટા ચશ્માએ ૧૩ વરસ પુરા કર્યા
Array

તારક મહેતાના ઊલ્ટા ચશ્માએ ૧૩ વરસ પુરા કર્યા

ટેલિવિઝનનો જાણીતો શો તારક મહેતાના ઊલ્ટા ચશ્માએ ૧૩ વરસ પુરા કર્યા છે. આ શો ૨૮ જુલાઇ, ૨૦૦૮ના દિવસે પ્રથમ વખત પ્રસારિત થયો હતો. ત્યાર પછી આ શો સતત આગળ વધતો ગયો છે. તેના ૩૨૦૦ એપિસોડ પુરા થઇ ગયા છે. હજી પણ આ શો દર્શકોનું મનોરંજન પુરુ પાડી રહ્યો છે. ટેલિવિઝન પર લાંબા સમય સુધી પ્રસારિત થનાર આ શોને બીજું સ્થાન મળ્યું છે. પ્રથમ સ્થાન સીઆઇડીએ જાળવી રાખ્યું છે.

આ શોમાં અત્યાર સુધીમાં કલાકારોના લુક બદલાઇ ગયા છે જ્યારે ઘણા કલાકારોના સ્થાને નવા આવી ગયા છે.

જેઠાલાલ અને દયાના પાત્રના પુત્રનો રોલ ભજવનાર ભવ્યેશ ગાંધી આ શો છોડીને જતો રહ્યો છે. અને તેના સ્થાને રાજ અન્નકટ ગોઠવાઇ ગયો છે.

ડો.હાથીનું પાત્ર ભજવનાર કવિ કુમાર આઝાદનું હૃદય રોગના હુમલાથી ૨૦૧૮માં અચાનક અવસાન થયું હતું. ત્યાર પછી તેના સ્થાને નિર્મલ સોની જોવા મળે છે. આ રીતે રોહનસિંહનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ, અંજલી મહેતાનું પાત્ર ભજવનાર નેહા મહેતાનું સ્થાન પણ અન્યોએ લીધું છે.જ્યારે દયાબેનનો રોલ કરનાર દિશા વકાણી છોડી ગયા પછી તેના સ્થાને હજી સુધી કોઇ આવ્યું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments