દુઃખદ:’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ એક્ટ્રેસ નવીનાના પિતાનું અવસાન, કહ્યું- તમે જ્યાં પણ હો બસ ખુશ રહો

0
19

ટીવી એક્ટ્રેસ નવીના બોલે હાલમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડૉક્ટર સારાનો રોલ પ્લે કરી રહી છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં તાજેતરમાં જ પિતાના અવસાન બાદ ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી. નવીનાએ કહ્યું હતું કે તેની એક વર્ષની દીકરી કિમાર્યા ક્યારેય પોતાના નાનાને ભૂલશે નહીં.

પિતાની તસવીર શૅર કરી

નવીનાએ પિતાની તસવીર શૅર કરીને ભાવુક મેસેજ લખ્યો હતો. નવીનાએ કહ્યું હતું, ‘મારા મનમાં અત્યારે જે લાગણીઓ ચાલી રહી છે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. બસ પ્રાર્થના કરું છું કે તમે જ્યાં પણ છો ત્યાં ખુશ રહો અને અહીંથી વધુ ત્યાં શાંતિ હોય. જ્યાં કોઈ ડર, કોઈ દર્દ તમને સ્પર્શી શકે નહીં. મને ખ્યાલ છે કે તમે ઉપરથી અમને જોઈને હસતા હશો.

મને દુઃખ એ વાતનું છે કે હું તમારી સાથે વધુ સમય પસાર કરી શકી નહીં. તમારા પ્રેમને અટેન્શન આપી શકી નહીં. તમને આની હંમેશાં જરૂર હતી પરંતુ તમને ખ્યાલ છે કે તમે ક્યાંય પણ હો હું હંમેશાં તમને યાદ કરીશ. કિમ્મી પણ પોતાના નાનુને ક્યારેય ભૂલશે નહીં. હું તમને બહુ જ પ્રેમ કરું છું પાપા. અનંતકાળ સુધી અને તેનાથી પણ આગળ.’

સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી

નવીનાની આ પોસ્ટ પર ટીવી સેલેબ્સે કમેન્ટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

પિતાના જન્મદિવસ પર પણ પોસ્ટ શૅર કરી હતી

મે, 2020માં નવીનાએ પિતાના જન્મદિવસ પર પણ પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, જે મારા માટે સર્વસ્વ છે તે વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા. સૌથી શાનદાર પિતા બનવા બદલ તથા મને હંમેશાં પ્રોત્સાહિત કરવા માટે આભાર. તમારી દીકરી હોવાનો મને ગર્વ છે. તમે હંમેશાં સ્વસ્થ રહો, શાંતિ, ખુશી, પ્રેમ મળે. બહુ જ બધો પ્રેમ.

https://www.instagram.com/p/CAD7zefjpZl/?utm_source=ig_embed

‘તારક મહેતા’માં મનોચિકિત્સકની ભૂમિકા ભજવી

નવીના હાલમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મનોચિકિત્સકની ભૂમિકા ભજવી હતી. નવીનાએ ડૉ.સારાનો રોલ પ્લે કરીને જેઠાલાલ (દિલીપ જોષી)ની સારવાર કરી હતી. સિરિયલના ટ્રેક પ્રમાણે, જેઠાલાલને રાતમાં વિચિત્ર સપનાઓ આવે છે અને તેને કારણે તે હેરાન-પરેશાન છે. ડૉ.સારા બબીતા (મુન મુન દત્તા)ની ફ્રેન્ડ હોય છે અને બબીતાએ જ જેઠાલાલને ડૉ.સારા પાસે સારવાર કરાવવાનું કહ્યું હતું. ‘તારક મહેતા..’ ઉપરાંત નવીનાએ ‘ઈશ્કબાઝ’, ‘CID’, ‘મિલે જબ હમ તુમ’, ‘લવ યુ જિંદગી’, ‘રામ મિલાઈ જોડી’, ‘યહાં મૈં ઘર ઘર ખેલી, ‘ક્યા હુઆ તેરા વાદા’, ‘પિયા કા ઘર પ્યારા લગે’, ‘કુમકુમ ભાગ્ય’, ‘સાવધાન ઈન્ડિયા’, ‘બડી દૂર સે આયે હૈં’, જેવા શોમાં કામ કર્યું છે.

ગયા વર્ષે દીકરીને જન્મ આપ્યો

નવીનાએ 2017માં 22 જાન્યુઆરીએ એક્ટર-પ્રોડ્યૂસર કરણજીત સાથે સગાઈ કરી હતી. માર્ચ, 2017માં લગ્ન કર્યા હતા. ગયા વર્ષે મે મહિનામાં નવીનાએ દીકરીને જન્મ આપ્યો હતો.

https://www.instagram.com/p/B19y1tjA60Z/?utm_source=ig_embed

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here