‘તારક મહેતા.:દયાભાભીની થઈ શકે છે રિ-એન્ટ્રી, જેઠાલાલે આપી છે આ હિંટ

0
7

ટીવી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’એ ઘર ઘરમાં સ્થાન બનાવ્યું છે. તેના તમામ પાત્રો અત્યંત લોકપ્રિય છે. દરેક વ્યક્તિ સીરિયલના પાત્ર સાથે પોતાને કનેક્ટ કરે છે અને લોકોને તેમની કોમેડીની સ્ટાઇલ પણ ખૂબ પસંદ આવે છે. જોકે, થોડા દિવસોથી લોકો જેઠાલાલની પત્ની દયાના પાત્રને અત્યંત યાદ કરે છે. દયાની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી દિશા વાકાણી લાંબા સમયથી આ શોથી દૂર છે અને હજી આ શોમાં પરત ફરવાની બાકી છે. આ અંગે પણ આતુરતા વધી ગઈ છે કે દયા પરત ફરશે કે નહીં અથવા તો દીશા વાકાણીને સ્થાને કોઈ નવી એક્ટ્રેસ દયા બનીને આવશે. તેના ફેન્સ તેને ખૂબ યાદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે કે લોકો ઇચ્છે છે કે વહેલી તકે દયા પરત આવે.

હવે શોના લોકો પણ તેને યાદ કરી રહ્યા છે અને ખાસ વાત એ છે કે તેનું ટેલિકાસ્ટ પણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરના એપિસોડમાં બતાવવામાં આવ્યું કે જેઠાલાલ દયાબેનને યાદ કરી રહ્યો હતો અને દયાબેન પણ તેના સ્વપ્નમાં આવ્યા હતા. એપિસોડમાં બતાવે છે કે જેઠલાલને સૂતા પહેલા ટપ્પુ તેને હળદરનું દૂધ આપે છે. ત્યારબાદ તે રડવાનું શરૂ કરે છે કારણ કે તેને દયાની યાદ આવતી હોય છે. ત્યારબાદ બાપુજી તેને સાંત્વના આપે છે અને તેને સૂ જવાનું કહે છે.

સૂઈ ગયા પછી પણ જેઠાલાલ દયાને યાદ કરે છે અને તેને દયાનું સપનું આવે છે. તે જૂએ છે કે દયા તેની સાથે ગરબા રમી રહી છે. તે જોર-જોરથી ગાવાનું શરૂ કરે છે તે સાંભળીને બાપુજી અને ટપ્પુ તેના રૂમમાં જાય છે. તેઓ પૂછે છે કે તે સપનામાં કેમ ગરબા કરી રહ્યો છે, પછી જેઠાલાલ કહે છે કે તે દયાની સાથે હતો. ત્યારબાદ ટપ્પુ તેને હેડફોન આપે હે અને સુવાનું કહે છે.

આમ સપનામાં પણ આ શોમાં દયાને વારંવાર દેખાડવામાં આવી રહી છે. આ અગાઉના એપિસોડના સીન છે કે તાજેતરમાં આ રીતે સપનાના દૃશ્ય તરીકે તેને શૂટ કરાયા છે તે અંગે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી પરંતુ આતુરતા વધી ગઈ છે કે દયા ગમે ત્યારે પરત આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here