Saturday, July 20, 2024
HomeગુજરાતTAT હાયર સેંકન્ડરીની પરિક્ષાનું પરિણામ જાહેર

TAT હાયર સેંકન્ડરીની પરિક્ષાનું પરિણામ જાહેર

- Advertisement -

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સપ્ટેમ્બર માસમાં લેવામાં આવેલી ધોરણ-11 અને 12ની સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની અભિરૂચી કસોટી- ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) મેઈન્સનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. મહત્વનું છે કે આ પરીક્ષા TAT-HS મેઈન્સની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 44 હજાર જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર થી જોઈ શકાશે.મહત્વનું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સપ્ટેમ્બર માસમાં લેવામાં આવેલી ધોરણ-11 અને 12ની સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની અભિરૂચી કસોટી- ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) મેઈન્સનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ રિઝલ્ટ જોવા માટે પરીક્ષાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડ વેબસાઈટ www.sebexam.org પર લોગિન કરવું પડશે, જેના પછી પરિણામ જોઈ શકાશે. નોંધનીય છે કે TAT-HS મેઈન્સની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 44 હજાર જેટલા ઉમેદવારો સામેલ થયા હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી પ્રિલીમ પરીક્ષામાં 70 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ઉમેદવારોને મેઈન્સ માટે પસંદ કરવામાં આવ્યાં હતા.

આ TAT-HS મેઈન્સની પરીક્ષામાં ગુજરાતી,અંગ્રેજી અને હિન્દી માધ્યમના ઉમેદવારોએ એક્ઝામ આપી હતી. આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યના 44 હજાર જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, વડોદરા અને સુરતમાં લેવામાં આવી હતી. હવે આ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેને રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular