ન્યૂ લોન્ચ : ટાટા હેરિયર XT+ વેરિઅન્ટ ₹16.99 લાખમાં લોન્ચ થયું, વરસાદ પડે અથવા કાર પાર્ક થાય તો સનરૂફ આપમેળે જ બંધ થઈ જશે

0
0

ટાટા મોટર્સે તેની પોપ્યુલર મિડ સાઇઝ SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) હેરિયરનું નવું XT+ વેરિઅન્ટ લોન્ચ કરી દીધું છે. તેની એક્સ શો રૂમ કિંમત 16.99 લાખ રૂપિયા છે. ખાસ વાત એ છે કે તેમાંપેનોરમિક સનરૂફ મળશે. કંપનીએ થોડા દિવસ પહેલા જ ઇલેક્ટ્રિક સનરૂફથી સજ્જ ટાટા નેક્સન લાઇનઅનું સસ્તું XM(S) વેરિઅન્ટ લોન્ચ કર્યું હતું. કંપનીનું કહેવું છે કે ઇન્ટ્રોડક્ટરી પ્રાઇસ હેરિયરના BS6 વેરિઅન્ટને મળેલા પોઝિટિવ રિસ્પોન્સને સેલિબ્રેટ કરવા માટે રાખવામાં આવી છે. આ 5 સીટર SUV જાન્યુઆરી 2019થી માર્કેટમાં વેચાણ માટે અવેલેબલ છે અને આ બ્રાંડન બેસ્ટ સેલ કારમાંથી એક છે. ફ્લેગશિપ SUV ઓમેગા-ARC પ્લેટફોર્મ પર બેઝ્ડ છે, જે વ્યાપક રીતે ઉપયોગ થનારી રેન્જ રોવરના D8 આર્કિટેક્ટરથી ડિરાઇવ્ડ છે અને ઇમ્પેક્ટ ડિઝાઇન 2.0 ફિલોસોફીને લઈ જનારું પહેલું ટાટા મોડેલ છે.

ગત મહિને કંપનીએ 1700 હેરિયર વેચી

દર મહિને સતત વૃદ્ધિને કારણે 15 મહિનાઓમાં હેરિયરે તેનું સૌથી વધુ વેચાણ મેળવ્યું કારણ કે, ઓગસ્ટ 2020માં લગભગ 1,700 યૂનિટ્સ વેચાયાં. ટાટાએ નવા વર્ઝનથી વેચાણને વેગ આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને આ મહિને આ ઇન્ટ્રોડક્ટરી ભાવ સાથે બુકિંગ કરનારા તમામ ગ્રાહકોને આ વર્ષના અંત પહેલા ડિલિવરી આપવામાં આવશે.

સનરૂફ ઇન્ટેલિજન્ટ ફીચર્સથી સજ્જ

કંપનીનું કહેવું છે કે, 2020 ઓક્ટોબરથી તેની કિંમતોમાં વધારો કરવામાં આવશે. XT+ વેરિઅન્ટમાં ગ્લોબલ ક્લોઝ, એન્ટિ-પિંચ, રેન સેન્સિંગ ક્લોઝર અને ગ્લાસ પર બ્લેકકોટિંગ સાથે રોલ-ઓવર સ્ક્રીન વગેરે ફંક્શન સાથે એકપેનોરમિક સનરૂફ સામેલ છે. ગ્લોબલ ક્લોઝ ફીચરને લીધે, કાર પાર્ક થતાંની સાથે જ સનરૂફ આપમેળે બંધ થઈ જાય છે, જ્યારે એન્ટી-પિંચથી એડિશનલ સેફ્ટી મળે છે.

7 ઇંચની ફ્લોટિંગ ડિસ્પ્લેવાળી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ મળશે

બ્લેક ગ્લાસ કોટિંગવાળી રોલઓવર સ્ક્રીન કડક સૂર્યપ્રકાશને કેબિનમાં પ્રવેશતા અટકાવે છે, જ્યારે વરસાદ પડતા જ રેન સેન્સિંગ ક્લોઝર સનરૂફ બંધ કરી દે છે. ટાટા હેરિયર XT+ વેરિઅન્ટમાં અન્ય આકર્ષક ફીચર્સ છે, જેમાં 7 ઇંચની ફ્લોટિંગ ડિસ્પ્લેવાળી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, જેમાંએપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી મળે છે. તેમાં ફોર-ટ્વિટર સાથે 8 સ્પીકર અને પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપનો સમાવેશ થાય છે.

એન્જિન ડિટેલ્સ

આ ઉપરાંત, તેમાં રિવર્સિંગ કેમેરા, ઓટોમેટિક હેડલેમ્પ્સ, રેન સેન્સિંગ વાઇપર્સ, ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, ફોગ લેમ્પ્સ, ડ્યુઅલ ફંક્શન LED ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, ઓટોમેટિક ક્લાયમેટ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે. નવું વેરિઅન્ટ 2.0 લિટર ફોર સિલિન્ડર Kryotec ડીઝલ એન્જિન સાથે 170PS અને 350Nm ટોર્ક જનરેટ કરે છે. તેને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here