Monday, October 18, 2021
Homeટાટાએ ટિયાગોનું સૌથી સસ્તુ ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ કર્યું : જાણો કિંમતથી લઈને...
Array

ટાટાએ ટિયાગોનું સૌથી સસ્તુ ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ કર્યું : જાણો કિંમતથી લઈને ફિચર્સ સુધી બધું

ટાટા મોટર્સે ટિયાગોનું એક નવું ઓટોમેટિક વેરિઅન્ટ ‘XTA AMT’ લોન્ચ કર્યું છે. તેની કિંમત 5.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, નવી દિલ્હી) રાખવામાં આવી છે. નવું વેરિઅન્ટ ટિયાગો લાઈન-અપમાં ચોથું ઓટોમેટિક ઓપ્શન બની ગયું છે. કંપનીને આશા છે કે, તેનાથી વધુ ખરીદદારોને આકર્ષવામાં મદદ મળશે.

ટાટા ટિયાગોઃ XTA રેન્જનું સૌથી સસ્તુ ઓટોમેટિક વેરિઅન્ટ

નવું XTA વેરિઅન્ટ હવે ટાટા ટિયાગોનું સૌથી સસ્તુ ઓટોમેટિક વેરિઅન્ટ બની ગયું છે. અગાઉ XZA હેચબેકની સૌથી પોકેટ-ફ્રેન્ડલી ઓટોમેટિક ટ્રિમ હતી, જેની કિંમત 6.46 લાખ રૂપિયા છે. ટાટા ટિયાગોની પ્રારંભિક કિંમત 4.85 લાખ રૂપિયા છે, જે ટોપ-એન્ડ ઓટો ટ્રિમ માટે 6.84 લાખ રૂપિયા સુધી જાય છે. તેનું કારણ છે કે ટિયાગો ભારતમાં કંપનીની સૌથી સસ્તી કાર છે. (તમામ કિંમતો, એક્સ-શોરૂમ નવી દિલ્હી).

ટાટા ટિયાગોઃ એકમાત્ર એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે કાર

હેચબેક એકમાત્ર 1.2 લિટર ત્રણ સિલેન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનમાં ઉપલબ્ધ છે, જે 86PS મેક્સિમમ પાવર અને 113Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સિવાય ઓપ્શનલ 5-સ્પીડ AMT ગિયરબોક્સ પણ સામેલ છે. આ એ જ એન્જિન છે જે ટિગોર અને અલ્ટ્રોઝમાં પણ મળે છે.

ટાટા ટિયાગોઃ સેફ્ટી ફિચર્સ અને ઈક્વિપમેન્ટ્સ

  • ફિચર્સ લિસ્ટમાં 15 ઈંચ અલોય વ્હીલ, ફ્રન્ટ ફોગ લેમ્પ, વાઈપરની સાથે રિઅર ડિફોગર, એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો કનેક્ટિવિટીની સાથે 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, હરમનનું 8-સ્પીકર પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઈમેન્ટ કંટ્રોલ, તમામ ચાર પાવર વિન્ડો, એક ડિજિટલ સ્પીડો અને સાથે કૂલ્ડ ગ્લોબોક્સ સામેલ છે. તે ઉપરાંત AMT વેરિઅન્ટમાં સ્પોર્ટ મોડ પણ મળે છે.
  • સેફ્ટીની વાત કરીએ તો, ટિયાગોમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, EBDની સાથે ABS, રિઅર પાર્કિંગ સેન્સર, હાઈ-સ્પીડ અલર્ટ સિસ્ટમ, ફ્રન્ટ સીટ બેલ્ટ રિમાઈન્ડર, કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલની સાથે રિવર્સ પાર્કિંગ કેમેરા આપવામાં આવ્યા છે.

ટાટા ટિયાગોઃ ભારતની સૌથી સુરક્ષિત સસ્તી કાર

હેચબેકે ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4-સ્ટાર સેફ્ટી રેટિંગ પણ પ્રાપ્ત કર્યા છે, જેનાથી તે સસ્તી કિંમતમાં ભારતની સૌથી સુરક્ષિત કાર બની ગઈ છે. ટાટા ટિયાગોની ટક્કર ભારતીય માર્કેટમાં મારુતિ સુઝુકી સ્વિફ્ટ, હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 નિઓસ અને ફોર્ડ ફિગો સાથે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments