ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ બિઝનેસ માટે પાર્ટનર શોધી રહી છે, ટૂંક સમયમાં અલગ કંપની બનાવશે

0
0

ટાટા મોટર્સ તેના પેસેન્જર વ્હીકલ બિઝનેસ માટે એક્ટિનલી પાર્ટનર્સ શોધી રહી છે. આગામી દાયકામાં ગ્રોથ માટે ટેક્નોલોજી પર કરવામાં આવી રહેલા વિશાળ રોકાણને જોતા પાર્ટનરની શોધ કરવામાં આવી રહી છે. ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ બિઝનેસ યૂનિટના પ્રમુખ શૈલેષ ચંદ્રે એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.

બોર્ડે અલગ કંપની માટે મંજૂરી આપી દીધી છે

ટાટા મોટર્સના બોર્ડે પેસેન્જર વ્હીકલ બિઝનેસને એક અલગ કંપનીમાં બદલવા માટે મંજૂરી આપી દીધી છે. તેમાં કંપનીના ઇલેક્ટ્રિક વ્હીકલ વર્ટીકલનો પણ સમાવેશ કરવામાં આવશે. પેસેન્જર વ્હીકલ બિઝનેસ સાથે સંકળાયેલ તમામ અસેટ્સ, આઈપી અને કર્મચારીઓને નવી કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. શૈલેષ ચંદ્રનું કહેવું છે કે, એક અલગ સબસિડરી કંપનીની સ્થાપનાના હેતુને પરિપૂર્ણ કરવા માટે પાર્ટનરની શોધ કરવામાં આવી રહી છે.

પ્રોડક્ટ્સની લાઇફ સાઇકલ ઘટાડવામાં મદદ મળશે

શૈલેષ ચંદ્રાએ કહ્યું કે, આ ભાગીદારીથી પ્રોડક્ટ્સની લાઇફ સાઇકલ ઘટાડવા અને નવી પ્રોડક્ટ લોન્ચની સંખ્યા વધારવામાં મદદ મળશે. તેના માટે મોટું રોકાણ કરવું પડશે. તેથી, અમે એક્ટિવલી પાર્ટનરની શોધ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે, પેસેન્જર વ્હીકલ બિઝનેસને અલગ સબસિડરી બનાવવાની પ્રોસેસ ચાલુ છે.

નવી કંપની બનાવવામાં એક વર્ષ લાગશે

એક સવાલના જવાબમાં શૈલેષ ચંદ્રાએ કહ્યું કે, પેસેન્જર વ્હીકલ બિઝનેસમાં એક અલગ સબસિડરી કંપની બનાવવા અને પાર્ટનર શોધવાની કોઈ ટાઇમલાઇન નક્કી નથી. જો કે, તેમણે કહ્યું કે પેસેન્જર વ્હીકલ બિઝનેસને અલગ લીગલ એન્ટિટીમાં બદલવામાં 1 વર્ષનો સમય લાગી શકે છે.

પેસેન્જર વ્હીકલ બિઝનેસનો ગ્રોથ ડબલ ડિજિટમાં થશે

શૈલેષ ચંદ્રાએ જણાવ્યું કે, લોકડાઉન થવા છતાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ટાટા મોટર્સની વૃદ્ધિ ડબલ આંકડામાં રહી છે. તેના કારણે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ટાટા મોટર્સના માર્કેટ શેર વધીને 7.9% પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે કંપની તેની પ્રોડક્ટ્સમાં સેફ્ટીને પ્રોત્સાહન આપી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here