22 ફેબ્રુઆરીએ ટાટા સફારી લોન્ચ થશે, પ્રી-બુકિંગ શરૂ : બુકિંગ અમાઉન્ટથી લઈને ફિચર્સ સુધીની તમામ માહિતી જાણો.

0
0

નેક્સ્ટ જનરેશન ટાટા સફારી 22 ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ થશે. કંપની તે જ દિવસે તેની કિંમતોની જાહેરાત પણ કરશે. કંપનીએ SUVનું બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. તેને 30 હજાર રૂપિયામાં બુક કરી શકાય છે. નવી સફારી કંપનીના જ ઓમેગા પ્લેટફોર્મ પર બેઝ્ડ છે, જે લેન્ડ રોવરના D8 પ્લેટફોર્મ પર આધારિત છે. રસપ્રદ વાત એ છે કે, સફારીના ઘણા ડિઝાઈન એલિમેન્ટ અને કમ્પોનન્ટ હેરિયરથી મળતા આવે છે.

2021 ટાટા સફારીઃ એન્જિન અને પરફોર્મન્સ

  • 2021 ટાટા સફારી 2.0 લિટર Kryotec ડિઝલ એન્જિનથી સજ્જ છે, જેમાં 170PSનો પાવર અને 350Nmનો ટોર્ક મળે છે. તે જ ફિયાટ-સોર્સ્ડ એન્જિન છે, જે જીપ કમ્પસ, MG હેક્ટર અને ટાટા હેરિયરમાં પણ ઉપલબ્ધ છે. સફારીમાં આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અથવા 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સની સાથે જોડવામાં આવ્યું છે. કંપની ભવિષ્યમાં તેનું 4-વ્હીલ ડ્રાઈવ વર્ઝન પણ લોન્ચ કરશે.
  • SUVમાં ત્રણ ડ્રાઈવિંગ મોડ્સ મળે છે, જેમાં ઈકો, સિટી અને સ્પોર્ટ્સ મોડ સામેલ છે. ઈકો મોડમાં તેને 0-100kmphની સ્પીડ પકડવામાં 12.73 સેકન્ડનો સમય લાગે છે. સિટીમાં 0-100kmph સ્પીડ પકડવામાં 11.43 સેકન્ડનો અને સ્પોર્ટ્સ મોડમાં SUVને 0-100kmph સ્પીડ પકડવામાં 10.65 સેકન્ડનો સમય લાગે છે.

2021 ટાટા સફારીઃ વેરિઅન્ટ ડિટેઈલ્સ

  • નવી સફારીને 6 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે, જેમાં XE, XM, XT, XT+, XZ અને XZ+ સામેલ છે. ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન માત્ર XM, XZ અને XZ+ ટ્રિમમાં મળશે. SUV 6 અને 7 સીટર સીટ ઓપ્શનની સાથે આવશે. 6- સીટર વર્ઝનમાં મિડલ રોમાં કેપ્ટન સીટ મળશે જ્યારે 7 સીટર વર્ઝનમાં તેની જગ્યાએ બેંચ સીટ મળશે.
  • SUVના ટોપ વેરિઅન્ટ ફ્રંટ, સાઈડ અને કર્ટન એરબેગ્સ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, ટેરેન રિસ્પોન્સ મોડ્સ, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, 18 ઈંચ અલોય વ્હીલ્સ, ઝેનોન HID હેડલાઈટ્સ અને iRA કનેક્ટેડ કાર ટેક્નોલોજીની સાથે 8.8 ઈંચની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 9-સ્પીકર JBL ઓડિયો સિસ્ટમ, 7 ઈંચ ડિજિટલ ડિસ્પ્લેની સાથે ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, પેનોરામિક સનરૂફ, પાવર્ડ ડ્રાઈવર્સ સીટ સહિત ઘણા સારા ફીચર્સ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here