Friday, December 3, 2021
HomeTata Sky અને Airtel Digital TV પર મનપસંદ ચેનલ Select કરો આ...
Array

Tata Sky અને Airtel Digital TV પર મનપસંદ ચેનલ Select કરો આ રીતે, અપનાવો આ Tips

ન્યૂ દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી અથોરિટી ઓફ ઇન્ડીયા (TRAI)એ નવા DTH નિયમો અંતર્ગત ચેનલ સિલેક્ટ કરીને અને પેક્સને કસ્ટમાઇઝ કરવાની તારીખને 31 માર્ચ સુધી વધારી દીધી છે. નવી ગાઇડલાઇન્સ અંતર્ગત યૂઝર્સને માત્ર તે જ ચેનલનાં પૈસા આપવાનાં રહેશે કે જે તેઓ જોવા ઇચ્છે છે. આની બેસ કિંમત 130 રૂપિયા પ્લસ GST છે.

જો કે, હજી પણ કેટલાંક યૂઝર્સ એવાં છે કે જેને ખ્યાલ જ નથી કે પોતાનાં DTH કનેક્શન પર ચેનલને કેવી રીતે સિલેક્ટ કરવાની હોય. અહીં અમે આપને Tata Sky અને Airtel Digital TV પર ચેનલ સિલેક્ટ કરવાની રીત જણાવી રહ્યાં છીએ.

Tata Sky DTH કનેક્શન પર આ રીતે ચેનલ કરો Select:

  • યૂઝર્સ Tata Skyની વેબસાઇટ અને એપને આધારે ચેનલને સિલેક્ટ કરી શકે છે.
  • સૌથી પહેલાં Tata Skyની વેબસાઇટ પર જાઓ અને બાદમાં Click to Select પર ક્લિક કરો.
  • ત્યાર બાદ પોતાની Subscriber ID અથવા રજિસ્ટ્રડ મોબાઇલ નંબરથી એકાઉન્ટને Log in કરો.
  • આપનાં મોબાઇલ નંબર પર જે OTP આવે તેને અહીં એન્ટર કરો.
  • અહીં ત્રણ વિકલ્પ મળશે કે જેમાં એક Recommended packs, બીજું TataSky packs અને ત્રીજું All channels હશે.
  • Recommended packs અને Tata Sky packs સર્વિસ પ્રોવાઇડર દ્વારા કસ્ટમાઇઝ કરવામાં આવેલ ઓટોમેટેડ પેક્સ છે. આપ આને પણ પસંદ કરી શકો છો.
  • જો આપ મેન્યુઅલી ચેનલ સિલેક્ટ કરવા ઇચ્છો છો તો આપે All Channels પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં યૂઝર્સ પોતાને અનુસાર એક-એક કરીને ચેનલને સિલેક્ટ કરી શકે છે.
  • ચેનલ સિલેક્ટ કરીને બાદમાં યૂઝર્સને કુલ રકમ સ્ક્રીનનાં ટોપ પર દેખાશે. આમાં બેસ પ્રાઇઝ અને પેકેજ એમાઉન્ટ સમ્મિલિત હશે.
  • ત્યાર બાદ Submit & Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે આપને પેમેન્ટ કરવા માટેનું કહેવામાં આવશે.
જો Airtel Digital TVની વાત કરીએ તો આનાં યૂઝર્સ પણ વેબસાઇટને આધારે ચેનલ સિલેક્ટ કરી શકશેઃ
  • સૌ પહેલાં Airtel યૂઝર્સે https://www.airtel.in/digital-tv વેબસાઇટ પર જવાનું રહેશે.
  • ત્યાર બાદ Subscriber Corner વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. અહીં આપે Log in કરવાનું રહેશે.
  • લોગઇન કર્યા બાદ આપે જમણી તરફ આપવામાં આવેલ Digital TV પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં આપે Choose Nowનો વિકલ્પ મળશે. તેનાં પર આપ ક્લિક કરો. ત્યાર બાદ આપ Airtel દ્વારા નક્કી કરવામાં આવેલ પેક્સમાં એક પેક્સને પસંદ કરી શકો છો અથવા તો આપ Create Your Own પેક પર ક્લિક કરી શકો છો.
  • ત્યાર બાદ પોતાને મનપસંદ ચેનલ સિલેક્ટ કરીને આપ Review and Buy પર ક્લિક કરો.
  • અહીં આપને આપનાં ચાલુ પેક અને નવા પેકમાં કમ્પેરિઝન પણ દેખાડવામાં આવશે.
  • ત્યાર બાદ આપે Confirm કરી દો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments