ટાટા સ્કાય સબ્સ્ક્રાઇબર્સ માટે ફ્રી એજ્યુકેશનલ ચેનલ લાવી, ક્લાસરૂમમાં દરેક બાળકને હિંદી અને અંગ્રેજી ભાષામાં ફ્રી એજ્યુકેશન મળશે

0
9

કોવિડ-19ને કારણે શાળા, કોલેજથી માંડીને કોચિંગ સુધી દરેક જગ્યાએ ઓનલાઇન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. આ કામ અનેક એપ્સ પર પણ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, હવે ટાટા સ્કાય પણ તેના તમામ સબ્સ્ક્રાઇબર્સ માટે ફ્રી એજ્યુકેશનલ ચેનલ લાવી છે. આ ચેનલનું નામ ટાટા સ્કાય ક્લાસરૂમ એજ્યુકેશન છે. આ ચેનલનો નંબર 653 છે.

ટાટા સ્કાયે વર્ષ 2016માં તેની ક્લાસરૂમ સર્વિસ લોન્ચ કરી હતી. તેમાં મેથ્સ અને સાયન્સના 700થી વધુ એનિમેટેડ વીડિયો છે. ટાટા સ્કાયની આ ચેનલ કોઈ જાહેરાત વગર આવે છે. તેમજ, તેને હિંદી અને અંગ્રેજી બંને ભાષાઓમાં જોઇ શકાય છે. ટાટા સ્કાયનો હેતુ દેશના તમામ વિદ્યાર્થીઓને ટીવી દ્વારા કન્ટેન્ટ લર્નિંગ શીખવવાનો છે.

2 કરોડથી વધુ ગ્રાહકોને ફાયદો થશે
ટાટા સ્કાયની ક્લાસરૂમ સર્વિસ જૂના અને નવા બંને સબ્સ્ક્રાઇબર્સ માટે ફ્રી છે. કંપનીનું કહેવું છે કે, દેશભરમાં તેના 2.2 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. ગ્રાહકો ચેનલ નંબર 653 પર આ જોઈ શકશે. ક્લાસરૂમ સર્વિસ પર એન્ગેજિંગ અને ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ આપવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓને મેથ્સ અને સાયન્સના ફંડામેન્ટલ વીડિયો અને એન્ગેજિંગ એનિમેટેડ કોન્સેપ્ટ લર્નિંગ વીડિયો જોવા મળશે.

ભણવાની સાથે બાળકોની પરીક્ષા પણ લેવાશે
ટાટા સ્કાય ક્લાસરૂમ સર્વિસ 5થી 8 ધોરણના વિદ્યાર્થીઓ પર ફોકસ કરે છે. અહીં અંગ્રેજી અને હિંદી બંને ભાષાઓમાં કન્ટેન્ટ હાજર છે. એડ્યુકેશનલ વીડિયો સાથે અહીં એજ્યુકેશનલ ગેમ્સ પણ ઉપલબ્ધ છે. આ બાળકોને તો એન્ગેજ રાખે જ છે પણ સાથે તેમને નોલેજ પણ આપે છે. ટાટા સ્કાયે અહીં એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના બે ભાગમાં અને બીજા ઓક્ટોબરથી માર્ચ સુધી સ્લેબ રાખ્યા છે. બધા પાર્ટ્સના પહેલા ત્રણ મહિનામાં ટાટા સ્કાય લેસન વીડિયો ચલાવશે અને પાછલા બે મહિનાના ચેપ્ટર પ્રમાણે રિવિઝન વીડિયો, પ્રેક્ટિસ ટેસ્ટ અને સેમ્પલ પેપર્સ પણ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here