ફર્સ્ટ લુક : ટાટા ટિગોર ઇલેક્ટ્રિકનું ફેસલિફ્ટ મોડેલ ટેસ્ટિંગ દરમિયાન પહેલીવાર સ્પોટ થયું, સિંગલ ચાર્જમાં 213 કિમી કરતાં પણ વધારે ચાલશે

0
7

દિલ્હી. ભારતમાં ઇલેક્ટ્રિક ગાડીઓની ડિમાન્ડ હવે ધીમે-ધીમે વધતી જઈ રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને ઓટોમોબાઇલ કંપનીઓ પણ ઇલેક્ટ્રિક સેગમેન્ટ પર કામ કરી રહી છે. આ વર્ષે યોજાયેલા ઓટો એક્સપો 2020માં પણ ઘણી લોકલ અને વિદેશી ઓટોમોબાઇલ કંપનીઓએ તેમની ઇલેક્ટ્રિક કાર શોકેસ કરી હતી. તેમાંની કેટલીક ગાડીઓ હવે ટેસ્ટિંગ દરમિયાન દેખાવા લાગી છે.

ગાડી કોઈ કવરથી ઢંકાયેલી નહોતી
ટાટા ટિગોર EV ફેસલિફ્ટ તાજેતરમાં જ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. તેની તસવીરો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે. ટાટ મોટર્સે લોકલ માર્કેટમાં તેની લોકપ્રિય સિડેન કાર ટાટા ટિગોરના ઇલેક્ટ્રિક વર્ઝનને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં 9.44 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી હતી. હવે કંપની તેના ફેસલિફ્ટ વર્ઝન પર કામ કરી રહી છે. આ કાર સૌપ્રથમ માર્ચ 2020માં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી ચૂકી છે. ટાટા ટિગોરના આ ફેસલિફ્ટ મોડેલને કોઈ પ્રકારના કવરથી ઢાંકવામાં નહોતી આવી.

ડિઝાઇન
આ કારમાં કરન્ટ મોડેલની ડિઝાઇનને રાખતા તેમાં કેટલીક અપડેટ ઉમેરવામાં આવી છે. તેમાં નવી ગ્રિલ, પ્રોજેક્ટર હેડલેમ્પ, નવા ફોગલેમ્પ, રૂફ સ્પોઇલ, શાર્ક ફિન એન્ટિના, 3 સ્પોક સ્ટિયરિંગ વ્હીલ અને ટ્વીન પોડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ સામેલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમાં 21.5 કિલોવોટની લિથિયન આયન બેટરી નાખનામાં આવી છે, જે 40BHP પાવર અને 105Nm ટોર્ક જનરેટ કરે છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપની નવા વર્ઝનમાં તેની રેન્જ વધારી શકે છે.

3 વેેરિઅન્ટ

ટાટા ટિગોર ઇલેક્ટ્રિકને કંપનીએ કુલ 3 વેરિઅન્ટમાં શોકેસ કરી હતી. તેમાં XE+, XM+ અને XT+ સામેલ છે. આ કાર કમર્શિયલ બાયર્સને 9.44 લાખની પ્રારંભિક કિંમતે મળશે. તેની કિંમતમાં સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી પણ સામેલ છે. તેમજ, પર્સનલ યુઝ માટે આ કારની કિંમત 13.09 લાખ રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here