બનાસકાંઠા : થરાદના બળિયા હનુમાન મંદિરની પવિત્ર જગ્યામાં તપસ્વી સંત કરશે ચાતુર્માસ

0
27

લાખણી : ભારતીય સંસ્કૃતિમાં સંતોનું વિશેષ મહત્વ રહેલ છે સંતો અને સંન્યાસીઓથી આ દેશની સંસ્કૃતિ ની રક્ષા થઈ રહી છે આ દેશમાં એક એક થી ચડિયાતા સંતો અને તપસ્વીઓ વસવાટ કરી રહ્યા છે કોઈપણ પ્રકારના સ્વાર્થ લાલચ વગર આ સંતો ભક્તિ કરી રહ્યા છે આવા દિવ્ય મૂર્તિઓના દર્શન કરવા એ સંસારીઓ માટે અહોભાગ્ય હોય છે ત્યારે થરાદ શહેરની ધન્યધરા પર આવેલ પવિત્ર અને આનંદદાયક જગ્યા એટલે બળિયા હનુમાન મંદિર જે મંદિર નર્મદા કેનાલ ઉપર આવેલ છે ખૂબ રમણીય અને લીલોતરીથી ભરપૂર છે આ જગ્યામાં ૧૧ ફૂટ ઊંચા બળીયા હનુમાનજીની સ્થાપના કરવામાં આવેલ છે તેમજ સુંદર મજાનું નર્મદેશ્વર મહાદેવ નું મંદિર આવેલ છે. બિલ્વપત્ર -પીપળો સહિતના પવિત્ર વૃક્ષઓ પણ આ જગ્યામાં આવેલ છે બજારના ઘોંઘાટથી દૂર અને નર્મદાના કિનારા ઉપર આવેલા જગ્યા ખુબ જ સુંદર અને ભક્તિ માટે શ્રેષ્ઠ છે ત્યારે આ જગ્યા ઉપર આ ચાતુર્માસ કરવા માટે મધ્ય પ્રદેશથી કાલી લઘોડી આશ્રમના તપસ્વી અને વંદનીય સંત પંકજમુની બાપુ આગામી તારીખ ૧૦/૦૭/૨૦૨૦ ના સવારે ૯.૦૦ થી ચાતુર્માસનો પ્રારંભ કરવાના છે.

 

                   

પંકજમુની બાપુ વિશે ખૂબ બધું કહી શકાય એવું છે આજથી દશ વર્ષ અગાઉ આ પંકજમુની બાપજીએ આજ જગ્યા ઉપર ધોમધખતા તાપમાં અગ્નિ તપસ્યા કરી હતી આજુબાજુ ચારે તરફ અગ્નિ કરીને સંતે તપસ્યા કરી હતી તપસ્વી અને ત્યાગી સંત છે પોતાના શરીર ઉપર કંતાન શિવાય કંઈ જ રાખતા નથી શરીરને ચલાવવા માટે શ્રીફળ ના પાણી સિવાય કંઈ ગ્રહણ કરતા નથી મળ-મૂત્રનો ત્યાગ કરતા નથી આવા દિવ્ય સંત આપણા થરાદ શહેરમાં ચાતુર્માસ કરવા માટે વધારી રહ્યા હોય એ આપણા સૌના માટે  આનંદનો વિષય છે કારણકે સંતોના દર્શન કરવાથી જન્મોજન્મના પાપનો નાશ થાય છે ત્યારે આવા દિવ્ય સંત આપણા થરાદ શહેરમાં ત્રણ મહિના સુધી ચાતુર્માસ કરવાના છે જેઓ એક પીપળાના વૃક્ષ નીચે ઓટલો બનાવીને તેની આજુબાજુ કાચની પેટી તૈયાર કરવામાં આવી છે અને એ પેટીમાં પંકજમુની બાપુ એક આસને બિરાજમાન થઇને ચાતુર્માસ કરશે ત્યારે આવા દિવ્ય મૂર્તિના દર્શન કરવા માટે આપણે સૌ કોરોનાની મહામારી નું ધ્યાન રાખીને સરકારની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરીને તપસ્વી સંતના દર્શન કરીને પોતાની જાત ને ધન્ય બનવવાની છે.

બળિયા હનુમાન દાદાની જગ્યામાં  આગામી ૧૦ તારીખ થી પંકજમુની બાપુ ચાતુર્માસ કરવાના છે તેઓ પીપળાના વૃક્ષ નીચે કાચની પેટી બનાવી છે એમાં એક આસને બિરાજમાન થઈને તપ કરશે પંકજમુનિ બાપુ એક તપસ્વી સંત છે અને તેઓ આપણા આંગણે પધારી રહ્યા છે તેની ખુશી છે લોકોને વિન્નતી કે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર ની ગાઈડલાઈન નું ચુસ્ત પાલન કરીને બાપજીના દર્શન કરવા આવશો અંદાજે ત્રણ મહિના જેટલો સમય બાપજી કાચની પેટીમાં બેસીને તપ કરશે. : મોન્ટુ મહારાજ(બળિયા હનુમાન મંદિર-થરાદ)

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here