અમદાવાદમાં તાઉ-તે : આજે બપોરથી 19 મેની સવાર સુધી 20 થી 70 કિમીની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા

0
2

તાઉતે વાવાઝોડાને કારણે રાજ્યમાં ભારે પવન અને વરસાદ પડવાની શક્યતા હોવાથી સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ જારી કરાયું છે ત્યારે અમદાવાદમાં પણ 17 મેથી 19 મે દરમિયાન પ્રતિ કલાક 20થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે એકથી બે ઇંચ વરસાદની શકયતા છે. બે દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 4થી 10 ડિગ્રી ગગડી શકે છે. હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે વાવાઝોડાની અસરથી શહેરમાં દિવસ દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારો વધ્યો હતો, જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં 1.5 ડિગ્રી વધીને 43.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 3.8 ડિગ્રી વધીને 30.9 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવ્યું કે, વાવાઝોડાની અસર અમદાવાદમાં 17થી 19 મે દરમિયાન જોવા મળશે. આ દિવસો દરમિયાન અમદાવાદમાં પ્રતિ કલાક 20થી 70 કિલોમીટરની ઝડપનાં પવન ફૂંકાવાની સાથે એકથી બે ઇંચ વરસાદ પડશે. તેમાંય 18 મે બપોરથી 19 મે વહેલી સવાર સુધી 40થી 70 કિમીની વચ્ચેના પવન અને વરસાદ પડવાની સૌથી વધુ શક્યતા રહેલી છે. આ બે દિવસ દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો 4થી 10 ડિગ્રી ગગડવાની શક્યતા હોવાથી ઠંડકમાં વધારો થશે.

એનઆઈડી પાસે હોર્ડિંગ તૂટી પડ્યું

ભીનો માસ્ક પહેરવો નહિઃ સંક્રમણ, બેક્ટેરિયલ રોગનું જોખમ વધે છે
હાલના કોરોનાના સમયમાં કોઈ પણ હિસાબે ભીનો માસ્ક પહેરવો નહિ, કારણે કે ભીનો માસ્ક પહેરવાથી કોરોનાની સાથે અન્ય બેક્ટેરિયલ રોગ પણ થવાની શક્યતા રહેલી હોય છે, જેમાં ન્યુમોનિયા, રાઇનાઇટિસ, અસ્થમા, સીઓપીડી સહિતના રોગ થઈ શકે છે. – ડો. નરેન્દ્ર રાવલ, સિનિયર ચેસ્ટ ફિઝિશિયન

જમાલપુરમાં વૃક્ષ ધરાશાયી થઈ ગયું

શું કરવું જોઈએ?

  • કોરોનાના દર્દી ઘરે ઓક્સિજન કોન્સન્ટ્રેટર પર હોય તો ઇન્વર્ટર કે બેટરી રાખવી, જેથી વીજ સપ્લાય બંધ થવાની સ્થિતિમાં મુશ્કેલી ન થાય.
  • દરવાજા અને બારીઓ બંધ રાખવી, ગેસ કનેક્શન કાઢી નાખવું
  • વાવાઝોડામાં પડેલા વીજથાંભલા, વાયરથી દૂર રહેવું. ભારે વરસાદની સ્થિતિમાં ઘરમાં જ રહેવુું જોઈએ.

શું ન કરવું જોઈએ?

  • ગભરાયા વિના વિશ્વસનીય સૂત્રો કે સરકારે આપેલી માહિતીને જ પ્રાધાન્ય આપો
  • રેસ્કયુ ટીમ દ્વારા જણાવાય નહિ ત્યાં સુધી ઘર-આશ્રય સ્થાન ન છોડવું
  • બાળકોને ઘરની બહાર ન જવા દો
  • ખુલ્લા ઇલેક્ટ્રિક વાયરને અડવાનું ટાળો
  • જર્જરીત બિલ્ડિંગની અંદર ન રહેવું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here