પર્સનલ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ પર પણ ટેક્સ છૂટ લઈ શકાય છે

0
5

કોરોનાકાળમાં પૈસાની જરૂર પડવા પર લોકો પર્સનલ લોન લઈ રહ્યા છે. જો તમે પણ આમાંથી એક છો તો તમને તેના પર મળતા ટેક્સ છૂટ વિશે ખબર હોવી જોઈએ. કોઈ ખાસ હેતુ માટે પર્સનલ લોનનો ઉપયોગ કરવા પર તમે લોન પર ચૂકવવામાં આવેલા વ્યાજ પર ટેક્સ બેનિફિટ લઈ શકો છો. જો તમે પર્સનલ લોનનો ઉપયોગ ઘરના રિનોવેશન અથવા ખરીદી અને બિઝનેસ વધારવા માટે કરો છો તો તમે લોન પર ચૂકવેલ વ્યાજ પર ઈન્કમ ટેક્સ ડિડક્શનનો લાભ લઈ શકો છો.

ઘરના રિનોવેશન અથવા ખરીદી પર ટેક્સ છૂટ

ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 24b અંતર્ગત જો તમે ઘર ખરીદવા અથવા બનાવવા માટે પર્સનલ લોન લો છો તો લોન પર આપવામાં આવેલા વ્યાજની રકમ પર તમે 2 લાખ રૂપિયા સુધી ટેક્સમાં છૂટ માટે ક્લેમ કરી શકો છો. સેક્શન 24b એક હોમ લોન અથવા પર્સનલ લોન વચ્ચે કોઈ તફાવત નથી કરતી અને ઈન્ટરેસ્ટ પર વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું ડિડક્શન મળી શકે છે.

બિઝનેસ માટે લોન લેવા પર ટેક્સ છૂટનો લાભ મળે છે

જો તમે કોઈ બિઝનેસ અથવા પ્રોપર્ટી સિવાય કોઈ સંપત્તિ ખરીદવા માટે પર્સનલ લોન લીધી છે તો તેના પર આપવામાં આવેલા ઈન્ટરેસ્ટને તમારા ટેક્સના બોજને ઘટાડવા માટે ખર્ચ તરીકે ક્લેમ કરી શકાય છે. તેનાથી તમારો કેપિટલ ગેઈન્સ ઘટશે અને તમારી ટેક્સની જવાબદારી ઘટી જશે.

પર્સનલ લોનમાંથી એસેટ્સ ખરીદવા પર પણ ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે

જો તમે પર્સનલ લોનના પૈસાથી જ્વેલરી ખરીદો છો અથવા શેરમાં રોકાણ કરો છો તો તમને તેના પર ટેક્સ છૂટ મળી શકે છે. જો કે, તેના પર છૂટ તે વર્ષે નહીં લઈ શકો, જે વર્ષે વ્યાજ ચૂકવવામાં આવ્યું હોય. ટેક્સ બેનિફિટ તે વર્ષે મળશે, જ્યારે તમે તે એસેટ વેચો છો.

પર્સનલ લોન પર ટેક્સ છૂટ માટે ડોક્યુમેન્ટ્સ આપવા પડશે

પર્સનલ લોન પર ટેક્સ છૂટનો લાભ લેવા માટે તમારે ઘણા ડોક્યુમેન્ટ્સ બતાવવા પડશે. તેમાં ખર્ચનું વાઉચર, બેંકનું સર્ટિફિકેટ, સેક્શન લેટર અને ઓડિટરના લેટર વગેરે ડોક્યુમેન્ટસ સામેલ છે.

પર્સનલ લોનને ઈન્કમ નથી માનવામાં આવતી

પર્સનલ લોન પર ટેક્સ નથી લાગતો, કેમ કે લોનની રકમને ઈન્કમ નથી માનવામાં આવતી, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે, તમે લોન કોઈ લિગલ સોર્સ જેમ કે બેંક અથવા NBFCમાંથી લીધેલી હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here