કોરોના સંકટ : ટેક્સી સર્વિસ આપતી ઉબેર વધુ 3000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, અગાઉ 3700 એમ્પ્લોયીની છટણી કરાઈ હતી

0
0

નવી દિલ્હી. એપ્લિકેશન આધારિત કેબ સેવાઓ આપતી કંપની ઉબેરે કોરોના સંકટને પહોંચી વળવા વધુ 3000 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે આ માહિતી આપતાં ઉબેર સીઈઓ દારા ખોસરોશાહીએ જણાવ્યું હતું કે કર્મચારીઓને નોકરીથી દૂર કરવાનો આ નિર્ણય ખૂબ મુશ્કેલ છે. તેમણે કહ્યું હતું કે કંપની તેના કેટલાક નોન-કોર પ્રોજેક્ટ્સમાં પણ રોકાણ ઘટાડશે.

3700 કર્મચારીઓને પહેલાથી બરતરફ કર્યા છે

મેની શરૂઆતમાં ઉબેરે 3700 કર્મચારીઓને છૂટા કરી દીધા હતા. આ સાથે, કંપનીએ સ્ટાફમાં અત્યાર સુધીમાં 25%નો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત કંપનીએ વૈશ્વિક સ્તરે 45 ઓફિસો બંધ કરી દીધી છે. તેમાં સાન ફ્રાન્સિસ્કોની પિયર 70 ઓફિસનો પણ સમાવેશ છે. આ ઓફિસ પર સેલ્ફ-ડ્રાઇવિંગ કાર સહિતના વિવિધ પ્રાયોગિક પ્રોજેક્ટ્સની જવાબદાર હતી. કંપની આગામી 12 મહિનામાં એશિયા પેસિફિકનું મુખ્ય મથક સિંગાપોરથી અન્યત્ર સ્થાનાંતરિત કરશે. એશિયા પેસિફિકનું મુખ્ય મથક એવા બજારમાં હશે જ્યાં કંપની સેવા આપે છે.

1 અબજ ડોલરની બચત કરશે

કંપની દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાથી ખર્ચમાં 1 અબજ ડોલરનો ઘટાડો થશે. ખોસરોશાહીએ કહ્યું કે 2020માં અમે કંપનીને સંપૂર્ણ નફાકારક બનાવવા તરફ એક પગલું ભર્યું હતું. ત્યારબાદ કોરોના વાયરસથી જાહેર આરોગ્ય અને આર્થિક સંકટ આવ્યું હતું. તેમણે કહ્યું કે એકવાર આ કટોકટીમાંથી બહાર નીકળવાની આશા દેખાશે ત્યારે ઘેર બેઠેલા લોકો અને રેસ્ટોરન્ટ માટે ઉબેર ઇટ્સ એક મહત્વપૂર્ણ સાધન તરીકે ઉભરી આવશે. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે ખર્ચ ઘટાડવા ઇટ્સના વ્યવસાયને બંધ કરવાનો વિચાર નથી કરી રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here