કોરોનાના કારણે ઉભી થયેલ વાલીઓની આર્થિક સંકડામણને દુર કરવા મોરબી જીલ્લાના હળવદની “તક્ષશિલા વિદ્યાલય” આપશે ડિસ્કાઉન્ટ…

0
0
કોરોનાથી ઉભી થયેલ આર્થિક સંકડામણમાં તક્ષશિલા સ્કુલ&કોલેજ અનેકવિધ સેવા કાર્યો કરે છે.જેમ કે શ્રમિકોને ફૂડ પેકેટ પહોચાડવા,જરૂરિયાતમંદોને કાચું રાશન પહોચાડવું. PM Cares માં ડોનેશન પહોચાડવું,કોરોના વોરીયર્સને મિનરલ વોટર પહોચાડવા વગેરે…
તક્ષશિલા સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓની પણ એટલી જ ચિંતા કરે છે.કોરોનાના લીધે ધંધા,રોજગાર,બંધ રહેતા,ખેડુતોને પુરતા ભાવ ન મળતા ઘણા બધા વાલીઓની આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવ્યા હશે,તેથી તક્ષશિલા વિદ્યાલય દ્વારા આ વર્ષે ધોરણ-૨ થી ધોરણ-૧૨ સાયન્સ,આર્ટસ & કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફીમાં ૩૫ % ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે.સાથે ધોરણ-૧ માં આ વર્ષે પ્રવેશ લેનાર બાળકોની કેટેગરીવાઈઝ ૮૦ % થી ૧૦૦% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે.
નિર્ણય:-૧   
ધો.૨ થી ધો.૧૨ (સાયન્સ,કોમર્સ,આર્ટસ)ની તમામ વિદ્યાર્થીઓની હોસ્ટેલ ફી,સ્કુલ ફી,બસ ભાડાની ફી-તમામ ફીમાં ૩૫% ડિસ્કાઉન્ટ.(જેમાં ૧૦ % ફી વધારો પરત અને નવી ફીમાં ૨૫ % ડિસ્કાઉન્ટ)
નિર્ણય:૨
(૧) ધોરણ-૧માં પ્રવેશપાત્ર OPEN કેટેગરીના બાળકોની ૧૦૦% ફી માફ.
(૨) ધોરણ-૧માં પ્રવેશપાત્ર SC  કેટેગરીના તમામ બાળકોની ૮૦% ફી માફ.
(૩) ધોરણ-૧માં પ્રવેશપાત્ર OBC  કેટેગરીના તમામ બાળકોની ૮૦% ફી માફ.
ઉપરોક્ત ફી ડિસ્કાઉન્ટ તક્ષશિલા વિદ્યાલયમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે અને ૨૮/૦૬/૨૦૨૦ સુધીમાં એડમીશન લેનાર નવા તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે.૨૮/૦૬/૨૦૨૦ બાદ જે-તે ધોરણમાં જગ્યા હશે તો જ નવા વિદ્યાર્થીઓને ફી ડિસ્કાઉન્ટનો લાભ મળશે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here