Monday, October 18, 2021
Homeદહેગામ : TBના દર્દીઓની ટુનાટ મશીનથી મફત તપાસ કરાશે : ટીબી નાબૂદી...
Array

દહેગામ : TBના દર્દીઓની ટુનાટ મશીનથી મફત તપાસ કરાશે : ટીબી નાબૂદી અભિયાન અંતર્ગત સરકાર તરફથી મશીન ફાળવવામાં આવ્યું.

ટીબી નાબુદી અભિયાન અંતર્ગત દહેગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીની તપાસ હવે અદ્યતન ટુનાટ મશીનથી કરાશે. આથી તાલુકાના દર્દીઓને હવે ગાંધીનગર સિવિલમાં ચાલતા જિલ્લા ક્ષય કેન્દ્ર આવવાની જરૂર રહેશે નહી. સમગ્ર દેશને 2025 સુધીમાં ટીબીની બિમારીથી મુક્ત કરવા વડાપ્રધાને આહવાન કર્યું છે. ઉપરાંત ટીબીનું નિદાન ઝડપી થાય તે માટે સરકાર દ્વારા તાલુકાકક્ષાએ ટીબીના ટેસ્ટીંગ માટે ટુનાટ મશીન આવી રહ્યા છે.

ટીબી નાબુદ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ટીબી ટેસ્ટીંગનું અદ્યતન ટુનાટ મશીન જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે આપવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લાના અન્ય તાલુકાના દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચાલતા જિલ્લા ક્ષય કેન્દ્ર સુધી આવવું પડતું હતું. પરંતુ જિલ્લાના અન્ય તાલુકાના ટીબીના દર્દીઓને સ્થાનિક કક્ષાએ મફત ટેસ્ટીંગ કરાવી શકે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રૂપિયા આઠેક લાખના કિંમતના ટીબીના ટેસ્ટીંગનું અદ્યતન ટુનાટ મશીન દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રને આપ્યું છે.

ટીબીના ટેસ્ટીંગનું અદ્યતન મશીનનું ઇન્સ્ટોલેશનની કામગીરી તાજેતરમાં જ કરવામાં આવી હતી.ત્યારબાદ ટીબીનું ટેસ્ટીંગ દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિકારી ડો.નયન સ્વામિનારાયણના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, લેબ ટેકનીશીયન તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર ગાંધીનગરના સ્ટાફે હાજરી આપી હતી.

ખાનગી દર્દીઓનું પણ મફત ટેસ્ટિંગ

દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફાળવવામાં આવેલા ટીબીના ટેસ્ટીંગના અદ્યતન ટુનાટ મશીનમાં ખાનગી ટીબીના દર્દીઓની પણ મફત ટેસ્ટીંગ કરવામાં આવશે. ઉપરાંત માત્ર દોઢ કલાકમાં જ રિપોર્ટ આપે છે તેમ જિલ્લા ક્ષય અધિકારી ડો. એમ.બી.ચૌહાણે જણાવ્યું છે.

ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટના 2500

ખાનગી લેબોરેટરીમાં ટીબીનું ટેસ્ટીંગ ટુનાટ મશીનની મદદથી કરવામાં આવે છે. પરંતુ ખાનગી લેબોરેટરીમાં ટીબીના ટેસ્ટીંગના ચાર્જ પેટે રૂપિયા 2000થી રૂપિયા 2500 લેવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments