રાજ્યસભા ચૂંટણી : વિપક્ષના નેતાની ઓફિસમાં ભાજપના ધારસાભ્યની ચાય પે ચર્ચા, હું ભાજપને જ વફાદાર છું: કેતન ઇનામદાર

0
18

ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પોતાના બન્ને ઉમેદવારો હારે નહીં એ માટે કોંગ્રેસે તમામ ધારાસભ્યોને જયપુર રિસોર્ટમાં ખસેડ્યા છે. ત્યારે વિધાનસભા પરિસરમાં ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી વચ્ચે ચાય પે ચર્યા થઇ હોવાના અહેવાલ છે. કેતન ઇનામદારે વિપક્ષ નેતાની ચેમ્બરમાં ચા પીધી હતી. જેને લઇને અનેક વાતો રાજકિય વર્તૂળોમાં ફરતી થઇ છે. રાજ્યસભામાં ભાજપના ઉમેદવારો પણ ક્રોસ વોટિંગ કરે તેવી ચાલી રહેલી અફવાઓ વચ્ચે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યું છેકે, હું ભાજપને વફાદાર છું.

મારી વફાદારી ભાજપ સાથે, કોંગ્રેસની સ્થિતિ દયનીયઃ ઇનામદાર

વિપક્ષ નેતા સાથેની મુલાકાત અને તેઓ કોંગ્રેસના સંપર્કમાં હોવાની થઇ રહેલી ચર્ચાઓ બાદ કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, હું મારા મતદારોનું માથું ઝુકે તેવું કામ નહીં કરું. મારી વફાદારી ભાજપ સાથે છે. જો મારે નારાજગી હોય તો હું ખુલ્લેઆમ વ્યક્ત કરુ છું. મે અગાઉ ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. ભાજપમાંથી નહીં. હાલ કોંગ્રેસની સ્થિતિ દયનીય છે.

હું ક્રોસ વોટિંગ કરવાનો નથીઃ સી.કે. રાઉલજી

ગોધરાના ભાજપના ધારાસભ્ય સીકે રાઉલજી પણ કોંગ્રેસના સંપર્કમાં હોવાની વાતો વહેતી થયા બાદ રાઉલજીએ જણાવ્યું છેકે, મારે પક્ષ પ્રત્યે કોઇ નારાજગી નથી. મે પ્રજાના 600 કરોડના કામ કર્યા છે. હું ક્રોસ વોટિંગ કરવાનો નથી. સવારથી સાંજ સુધી હું વિધાનસભામાં હોઉં છું. કોઇના સંપર્કમાં હોવાનો સવાલ જ નથી.

ભાજપ છોડવાના અહેવાલ ખોટા, રાઉલજીએ અધ્યક્ષ પાસે રક્ષણ માગ્યું

વિઘાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ધારાસભ્ય સી.કે.રાઉલજીએ વિધાનસભા અધ્યક્ષ પાસે રક્ષણની માગ કરતા સ્પષ્ટતા કરી હતી કે મીડિયામાં ભાજપ છોડવાના જે અહેવાલ છપાયા છે તે ખોટા છે. શંકરસિંહના માધ્યમથી હું ભાજપ છોડીને કોંગ્રેસમાં જવાનો છું એ વાત તદ્દન પાયાવિહોણી છે. હું ક્યાંય જવાનો નથી અને આ અંગે મે મુખ્યંત્રી થતા પ્રદેશ અધ્યક્ષ સાથે સ્પષ્ટતા કરી છે. 40 વર્ષ જૂનો કબૂતરી ડેમના પ્રશ્નનો ઉકેલ આવી ગયો છું હું ભાજપમાં ખુશ છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here