જેતપુર : આર્થિક તંગીને લઇ શિક્ષકે કર્યો આપઘાત, ઝેર પી જીવન ટૂંકાવ્યું

0
4

જેતપુરમાં લોકડાઉનમાં આર્થિક સંકડામણને કારણે શિક્ષકે આપઘાત કર્યો

રાજકોટના જેતપુરમાં એક શિક્ષકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વ્યકિતએ ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલું કરી લીધું છે. પ્રાથમિક તપાસમાં આર્થિક તંગીના કારણે શિક્ષકે આપઘાત કર્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનગાઢના જોષીપરા ના ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા અતુલ મગનભાઈ ઠુંમર છેલ્લા કેટલાય દિવસથી તાણમાં રહેતા હતા. ગત રોજ અતુલ તેના માતા પિતા સાથે ખેતરે કામમાં સાથ આપવા માટે ગયો હતો, જ્યાં તેના માતા પિતાને કઈ ખબર પડે નહીં તે રીતે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસહ્ય અસર અતુલથી સહનના  થતા તેણે હવે તેના માતા પિતા ને કહી દીધું કે તેણે જેરી દવા પી લીધી છે, ત્યારે તેના માતા પિતા એ તેના સેઢા પાડોશીની મદદ થી પ્રથમ જેતપુરની હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલ માં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં તેનું મોત થયું હતું.

કોરોના મહામારીના લીધે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા તમામ શાળાએ બંધ થતા અતુલભાઇ જેતપુર આવી ગયા હતાં. કોરોના મહામારીનાં કારણે સરકારી અને ખાનગી શાાળાઓ ચાલુ થઇ ન હોઇ, તેથી કંટાળીને તેણે આ પગલુ ભર્યુ હોવાનું તેના ભાઇ અમીતભાઇ ઠુમ્મરે પોલીસને જણાવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.