શિક્ષકોની ભરતી : પ્રાથમિક સ્કૂલોમાં 252 શિક્ષક કોન્ટ્રાક્ટ પર લેવાશે, 31 મે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ

0
7

પ્રાથમિક સ્કૂલોમાં ધો.6થી 8માં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની 252 જગ્યા માટે હંગામી ધોરણે ભરતી કરાશે. ઉમેદવારો 31 મે સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી માત્ર 11 માસના કરાર આધારિત હશે.

ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક સ્કૂલોમાં ગણિત, વિજ્ઞાનના શિક્ષકોની ઓછી સંખ્યાને પહોંચી વળવા હવે સમગ્ર શિક્ષા અંતર્ગત કરાર આધારિત શિક્ષકોની ભરતી જાહેર કરાઈ છે. આ માટે ઉમેદવારોએ પીટીસી, બીએડ અથવા અન્ય તાલિમી કોર્સ કરેલો હોવો જોઈએ. અરજી કરનાર ઉમેદવાર 40 વર્ષથી વધુ ઉંમરનો ન હોવો જોઇએ અને પગાર 26 હજાર રહેશે. જાહેરાતમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, શિક્ષકોની ભરતી સ્કૂલ ઓફ એક્સલન્સી અંતર્ગત થશે. સરકાર જ્યારે આ અંતર્ગત બજેટ ફાળવશે નહીં તો આ શિક્ષકોનો કરાર આપોઆપ પૂરો થયો ગણાશે. ભરતી માટે શિક્ષક ઉમેદવારોએ માત્ર ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. અરજી બાદ એસએસએ દ્વારા સ્થળ પસંદગી અંગે આગામી ગાઇડલાઇન જાહેર કરાશે.

માધ્યમિક, ઉચ્ચતરમાં માસિક 13,500 વેતન

માધ્યમિક, ઉ. માધ્યમિકમાં ખાલી જગ્યા ભરવા માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરાય છે. માધ્યમિકમાં એક પિરિયડના 75, ઉ.માધ્યમિકમાં રૂ. 90 અપાય છે, જે 13,500થી વધુ થવા ન જોઈએ. જ્યારે પ્રાથમિક સ્કૂલો માટે 26 હજાર મહેનતાણું નક્કી કરાતા શિક્ષણ બેડામાં જ ચર્ચા જોવા મળી રહી છે.

ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ ફાયદો થશે

હાલ ગ્રામીણ વિસ્તારોની સ્કૂલોમાં જ ગણિત, વિજ્ઞાનના શિક્ષકોની સંખ્યા વિદ્યાર્થીઓની સરખામણીએ ઓછી છે. આથી આ વિસ્તારોમાં ગણિત, વિજ્ઞાનના શિક્ષકોની સંખ્યા પૂરતા પ્રમાણમાં થશે તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના ભાવિ પર પણ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here