વડોદરા : શિક્ષક દિને જ શિક્ષકો વિરોધના મોરચે મંડાયા, કોરોનામાં હાલત કફોડી બનતા ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા ઉગ્ર માંગ કરી

0
3

દેશભરમાં આજે શિક્ષક દિનની ઉજવણી થઇ રહી છે, ત્યારે વડોદરા શહેરમાં આજે શિક્ષક દિને શિક્ષકોને વિરોધ પ્રદર્શન અને ધરણા કરવાની ફરજ પડી હતી. વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ટ્યુશન ક્લાસિસ સંચાલકો અને શિક્ષકોએ ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની માંગ સાથે બેનર્સ અને પોસ્ટર્સ સાથે દેખાવો કર્યાં હતા.

અનલોક-4માં ટ્યુશન ક્લાસિસ ખોલવાની મંજૂરી ન મળતા આક્રોશ

છેલ્લા 6 મહિના જેટલા સમયથી ટ્યુશન ક્લાસિસ બંધ રહેતા ટ્યુશન ક્લાસિસ સંચાલકો અને શિક્ષકોની હાલત કફોડી બની છે. અનલોક-4માં પણ ટ્યુશન ક્લાસિસ ખોલવાની મંજૂરી ન મળતા ટ્યુશન ક્લાસિસ સંચાલકો અને શિક્ષકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના ટ્યુશન ક્લાસિસ સંચાલકો હવે ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે આજે મોટી સંખ્યામાં સંચાલકો અને શિક્ષકો એકત્ર થયા હતા અને ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની માંગને ઉગ્ર બનાવીને ધરણા કર્યાં હતા અને તમામ સંચાલકો અને શિક્ષકોએ એકીસૂરે ટ્યુશન ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપવાની માંગ ઉઠાવી હતી.

ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા માટે દેખાવો કર્યાં
(ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા માટે દેખાવો કર્યાં)

 

ટ્યુશન ક્લાસિસ સંચાલકો માટે રાહત પેકેજ જાહેર કરવા માંગ

ટ્યુશન ક્લાસિસ સંચાલકો અને શિક્ષકોએ જણાવ્યું હતું કે, અનલોક-4માં દરેક ક્ષેત્રમાં છૂટછાટો મળી રહી છે, પરંતુ ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી મળી નથી. જેથી ના છૂટકે અમારે ધરણા પ્રદર્શન કરવુ પડ્યું છે. જલ્દી જ ટ્યુશન ક્લાસિસ શરૂ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. સરકાર ટ્યુશન ક્લાસ સંચાલકો માટે રાહત પેકેજ બહાર પાડે અને વિવિધ ટેક્સમાં રાહત પણ આપે તેવી પણ અમારી માંગ છે.

કોરોનામાં હાલત કફોડી બનતા શિક્ષકોએ શિક્ષક દિને જ વિરોધ પ્રદર્શન કરવુ પડ્યું
(કોરોનામાં હાલત કફોડી બનતા શિક્ષકોએ શિક્ષક દિને જ વિરોધ પ્રદર્શન કરવુ પડ્યું)

 

અમે સોશિયલ ડિસ્ટન્સિંગથી વિદ્યાર્થીઓને ભણાવીશું

બરોડા એેકેડેમિક એસોસિયેશનના સેક્રેટરી મિલન શાહે જણાવ્યું હતું કે, વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકાર કહે છે કે, આત્મનિર્ભર બનો પણ આત્મનિર્ભર રહેવા દેતી નથી. બોર્ડના વિદ્યાર્થીઓનું શિક્ષણ અને મહત્વના વર્ષો બગડી રહ્યા છે. પરંતુ સરકાર તેની સામે પગલા ભરી રહી નથી. છેલ્લા 6 મહિનાથી શિક્ષકો ઘરે બેઠા છે, આજે તેમની લોન અને વેરા કેવી રીતે ભરશે. ક્લાસિસ શરૂ કરવા દો, વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ કરવા દો, અમે સોશિયલ ડિસ્ટન્સિંગથી વિદ્યાર્થીઓને ભણાવીશું. પણ અમને ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા દો તેવી અમારી માંગણી છે.

શિક્ષકોના ધરણા
(શિક્ષકોના ધરણા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here