- Advertisement -
દિયોદર ના રૈયા ગામે પ્રાથમિક સ્કૂલ ના શિક્ષકો અપડાઉન કરતા બાળકો નું ભવિસ્ય બગડતા વાલીઓ માં વ્યાપ્યો રોષ ..અપડાઉન બંધ નહીં થાય તો સ્કૂલ ને તાળા બંધી કરવાની આપી ચીમકી…
ગુજરાત સરકાર લાખો રૂપિયા ખર્ચી ને શિક્ષણ આપવાના માટે પ્રયત્ન કરી રહી છે દરેક ને શિક્ષણ મળી રહે એવા ઉમદા હેતુ પર રૈયા ગામ ના શિક્ષકો પાણી ફેરવતા જોવા મળી રહ્યા છે સાથોસાથ સરકારી નિયમો ની એસીતેસી કરી ને બાળકો ના ભવિસ્ય સાથે ચેડાં કરતા ગામ માં આવા શિક્ષકો સામે રોષ ની લાગણી થવા પામી છે …. આ છે દિયોદર તાલુકા ની રૈયા પ્રાથમિક શાળા જેમાં બાળકો અને શિક્ષકો સાથે તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે પણ સ્કૂલ ના મોટા ભાગ ના ગુરુજીઓ 200 કિલોમીટર કરતા વધુ અંતર થી અપડાઉન કરી રહ્યા છે જે બાબતે ગામ લોકો માં નારાજગી વ્યાપી જવા પામી છે…
રૈયા ગામ ના લોકોએ આ જ સ્કૂલ ના આચાર્ય અને તાલુકા ના શિક્ષણ અધિકારીઓ ને લેખિત અને મૌખિક જાણ કરી છે પણ ચોર ના ભાઈ ઘંટી ચોર માફક ફક્ત દિલાસો આપી ને આવા શિક્ષકો ને ઉપડાઉન કરવાની ખુલ્લી છૂટ આપી હોય એવું લાગી રહ્યું છે આવા અધિકારીઓ ને બાળકો ના ભવિસ્ય ની કાઈ પડી ન હોય એમ કોઈ જ પગલાં ન લેતા આ વર્ષે પણ શિક્ષકો ઉપડાઉન કરતા જોવા મળી રહ્યા છે….
વારંવાર રજુઆત કરવા છતાં મિલીભગત થી વહીવટી તંત્ર મોંન બની રહેતા ગામલોકોએ જો ઉપડાઉન બંધ નહીં થયા તો ગામ ની સ્કૂલ ની તાળા બધી કરી ને આવા શિક્ષકો નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચારી છે અહીંયા સવાલ પણ ઉભા થઇ રહ્યા છે કે સરકારી પરિપત્ર નો પણ આ શિક્ષકો ને ડર નથી કે નથી અધિકારીઓ આ બાબતે કોઇ કાર્યવાહી કરવા તૈયાર ત્યારે વાલી ઓ ન છૂટકે સ્કૂલ ને તાળાબંધી કરશે ત્યારે જાગશે એ પણ ચર્ચાતો સવાલ બની રહ્યો છે….
રૈયા ગામ માં હાલ તો અપડાઉન કરતા શિક્ષકો સામે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર અધિકારીઓ આવા શિક્ષકો સામે કોઈ પગલાં ભરે છે કે પછી કોઈ મોટા આંદોલન ની રાહ જોવાઇ રહી છે એ તો આવનારો સમય જ બાતવસે
રિપોર્ટર : લલિત દરજી, દિયોદર, બનાસકાંઠા