Thursday, August 5, 2021
No menu items!
Homeસિડનીમાં થશે પિન્ક ટેસ્ટ, ડે-નાઈટ નહિ : ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા પિન્ક...
Array

સિડનીમાં થશે પિન્ક ટેસ્ટ, ડે-નાઈટ નહિ : ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા પિન્ક કલરમાં રમશે આ ટેસ્ટ.

ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જાન્યુઆરીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રમાશે. બંને ટીમો આ મેચમાં ગુલાબી રંગમાં નજર આવશે. ખરેખર, 2009થી સિડનીમાં રમવામાં આવનાર ટેસ્ટ પિન્ક મેચ કહેવાય છે.

2019ની પિન્ક ટેસ્ટ પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ રમાઈ હતી, જે ડ્રો રહી હતી. તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પિન્ક ગ્લવ્ઝ અને બેટ પર પિન્ક ગ્રીપ ચઢાવીને રમ્યો હતો.

પિન્ક નહિ, રેડ બોલથી રમાઈ છે મેચ

  • આ મેચનું નામ પિન્ક ટેસ્ટ છે, પરંતુ તે રેડ બોલથી જ રમવામાં આવે છે. પિન્ક બોલનો ઉપયોગ માત્ર ડે-નાઈટ ટેસ્ટમાં થાય છે.
  • જોકે, પિન્ક ટેસ્ટમાં સ્ટમ્પથી લઈને ગ્લવ્ઝ, બેટ ગ્રીપ, બ્રાન્ડ લોગો, હોર્ડિંગ, કેપ અને દર્શકોના ગેટઅપ સુધી બધું પિન્ક જ હોય છે.

પિન્ક ટેસ્ટ શા માટે રમવામાં આવે છે?

  • ખરેખર, પિંક ટેસ્ટનો સંબંધ ઓસ્ટ્રેલિયન લીજેન્ડ ગ્લેન મેકગ્રા અને તેની પત્ની જેન સાથે છે. ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ ‘જેન મેક્ગ્રા ડે’ તરીકે ઓળખાય છે.
  • જેનનું બ્રેસ્ટ કેન્સરથી 2008માં અવસાન થયું હતું. આ પછી બ્રેસ્ટ કેન્સર વિશે લોકોને જાગૃત કરવા પિંક ટેસ્ટ કરાવવામાં આવે છે. આ મેક્ગ્રાનું હોમ ગ્રાઉન્ડ છે.

જે પણ લાભ મળશે તે મેક્ગ્રા ફાઉન્ડેશનને દાન કરાશે

  • આ મેચમાંથી જે પણ લાભ મળે છે તે મેક્ગ્રા ફાઉન્ડેશનને દાન કરવામાં આવે છે.
  • ફાઉન્ડેશનની સ્થાપના ગ્લેન અને તેની પત્ની જેન દ્વારા 2005માં કરવામાં આવી હતી, પરંતુ જેનનું 3 વર્ષ પછી અવસાન થયું.
  • આ જાગૃતિ અભિયાનને ટેકો આપવા માટે ચાહકો ગુલાબી રંગના કપડાં પહેરે છે.
  • મેક્ગ્રા ફાઉન્ડેશન એક ચેરિટી છે જે બ્રેસ્ટ કેન્સરવાળા દર્દીઓને મદદ કરે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે 11મી પિંક ટેસ્ટ

  • સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ પિંક ટેસ્ટ 2009માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી.
  • ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટ 103 રને જીતી હતી. તે ટેસ્ટમાં 1.2 મિલિયન ડોલર(લગભગ 8.77 કરોડ) ફંડ ભેગું થયું હતું.
  • ત્યારબાદ, વર્ષની પ્રથમ ટેસ્ટ 10 વર્ષથી સિડનીમાં પિન્ક મેચ તરીકે રમાઈ છે.
  • 11મી પિંક ટેસ્ટ 7 જાન્યુઆરીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.
  • મેક્ગ્રાએ કહ્યું – અમને આનંદ છે કે આ પિન્ક ટેસ્ટ સિડનીમાં રમાશે. સિડની પિંક ટેસ્ટનું ઘર છે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોતા હોય છે.

4 ટેસ્ટની સીરિઝ 1-1ની બરાબરી પર

  • ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટની સીરિઝ 1-1ની બરાબરી પર છે.
  • સિડની મેચ પછી બંને ટીમો વચ્ચે સીરિઝની છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ રમાશે.
  • એડિલેડ ખાતેની પહેલી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા 8 વિકેટે જીત્યું હતું. તે પછી મેલબોર્ન ખાતે ટીમ ઇન્ડિયા 8 વિકેટે જીત્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments