ઓસ્ટ્રેલિયન મીડિયાનો રિપોર્ટ : ટીમ ઇન્ડિયા બ્રિસ્બેન ખાતે સીરિઝની ચોથી ટેસ્ટ પહેલાં ક્વોરન્ટીનમાં રહેવા રાજી નથી, શ્રેણી બોયકોટ કરશે તેવો ભય.

0
0

ભારત અત્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટેસ્ટ સીરિઝ રમી રહ્યું છે. 4 ટેસ્ટની સીરિઝમાં 2 મેચ રમાઈ છે અને શ્રેણી 1-1ની બરાબરી પર છે. ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીએ સિડની અને ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીએ બ્રિસ્બેનમાં રમાવવાની છે. બ્રિસ્બેનમાં કોરોનાના કેસ વધુ હોવાથી ટીમ ઇન્ડિયાએ સ્ટ્રીક્ટ ક્વોરન્ટીનમાં જવું પડશે. મહેમાન ટીમે આ બાબતે વાંધો ઉઠાવ્યો છે અને હવે સીરિઝ કઈ રીતે આગળ વધશે તે અંગે મૂંઝવણ છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના રિપોર્ટ્સ અનુસાર શ્રેણી બોયકોટ થાય તેવો ભય છે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ સોમવારે ન્યૂ સાઉથ વેલ્સ જશે, જ્યાં રવિવારે કોરોનાના 8 નવા કેસ નોંધાયા છે. કવિન્સલેન્ડ (બ્રિસ્બેન- ચોથી ટેસ્ટ અહીં રમાશે)એ ન્યૂ સાઉથ વેલ્સ સાથેની બોર્ડર બંધ કરી દીધી છે. અગાઉ એગ્રીમેન્ટમાં નક્કી કરાયું હતું કે, ચોથી ટેસ્ટ માટે ખેલાડીઓને બ્રિસ્બેન જવા દેવાની છૂટ આપવામાં આવશે, પરંતુ હજી એ સ્પષ્ટ નથી કે ત્યાં જઈને ખેલાડીઓને ક્વોરન્ટીનમાં કેટલો સમય રહેવું પડશે.

ઓસ્ટ્રેલિયન મીડિયામાં રિપોર્ટ્સ ફરી રહ્યા છે કે જો બ્રિસ્બેનમાં લોકડાઉનમાં રહેવાનું કહેવામાં આવશે તો ખેલાડીઓ સહમત નહિ થાય અને તે માટે ઇનકાર કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ખેલાડીઓ IPL શરૂ થયું ત્યારથી એટલે કે છેલ્લા 5 મહિનાથી ક્વોરન્ટીન કે કોઈ પ્રકારના બબલમાં જ રહી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ પણ ટીમ 14 દિવસ ક્વોરન્ટીનમાં રહી હતી.

પાંચ ભારતીય ક્રિકેટર્સ આઇસોલેશનમાં છે

  • ભારતમાં ક્રિકેટ માટેનું ગાંડપણ કેવું છે એ બધા જાણે છે. ક્રિકેટ ફેન્સ પોતાના ફેવરિટ પ્લેયરને મળવા માટે કંઈપણ કરવા તૈયાર હોય છે.
  • જોકે દેશ કરતાં વિદેશમાં ફેન્સ પાસે ક્રિકેટર્સને મળવાની તક વધુ હોય છે.
  • શુક્રવારે એક ફેનને મેલબર્નની એક રેસ્ટોરાંમાં આવી તક મળી.
  • તેણે પોતાના ફેવરિટ પ્લેયર્સને જોવા માટે ખાવાનો ઓર્ડર કર્યો અને પછી તેમનું બિલ પણ પોતે ભર્યું.
  • જોકે રોહિત શર્મા, ઋષભ પંત, શુભમન ગિલ, નવદીપ સૈની અને પૃથ્વી શોને રેસ્ટોરાંમાં જઈને જમવું મોંઘું પડ્યું છે.
  • તેઓને અત્યારે સાવચેતીના ભાગરૂપે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

બાયો-બબલ સિક્યુરિટીનું ઉલ્લંઘન કઈ રીતે થયું?

  • ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની બાયો-સિક્યુરિટી ગાઈડલાઇન્સ અનુસાર પ્લેયર્સ રેસ્ટોરાંમાં આઉટડોર એરિયામાં બેસીને જમી શકે છે.
  • જોકે, ફેન નવલદીપ સિંહ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં સ્પષ્ટ છે કે તેઓ રેસ્ટોરાંની અંદર બેસીને જમી રહ્યા હતા.ઓસ્ટ્રેલિયન બોર્ડ અત્યારે આ મેટરની તપાસ કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here