Monday, February 10, 2025
Home14 જુલાઈએ ઈંગ્લેન્ડથી મુંબઈ આવવા માટે રવાના થશે ટીમ ઈન્ડિયા
Array

14 જુલાઈએ ઈંગ્લેન્ડથી મુંબઈ આવવા માટે રવાના થશે ટીમ ઈન્ડિયા

- Advertisement -

લંડનઃ વિશ્વ કપ સેમિફાઇનલમાં હારીને બહાર થયેલી ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે સ્વદેશ રવાના થશે. ભારતને વિશ્વકપ-2019ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે 18 રને પરાજય આપ્યો હતો. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું, ‘તમામ ખેલાડી અલગ-અલગ જગ્યા પર છે અને 14ના લંડનથી એક સાથે રવાના થશે. તે મુંબઈ પહોંચશે.’

કોચ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીની સાથે વિશ્વકપમાં હારની સમીક્ષા કરશે

વિશ્વ કપ ફાઇનલ પણ રવિવારે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી કે કેટલાક ખેલાડી વિશ્વ કપ બાદ બ્રેક લઈ શકે છે. તમામની નજરો એમએસ ધોની પર છે જેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની ચર્ચા જોર-શોરથી ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ધોની મુંબઈથી સીધો રાંચી રવાના થશે. ભારતને 2007 ટી20 વિશ્વ કપ 2011 વનડે વિશ્વ કપ અપવનાર ધોની ફિનિશરની ભૂમિકા ન નિભાવી શકવાને કારણે ટીકાનો સામનો કરી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular