ટીમ ઈન્ડિયાએ WTC ફાઇનલની પહેલા 21મી સદીમાં 99 ટેસ્ટ જીતી

0
2

ભારતીય ટીમ 18 થી 22 જૂન સુધી સાઉથહેમ્પટનમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ યોજાશે. ભારત પાસે 21મી સદીમાં 100મી ટેસ્ટ જીતવાની સાથે WTCમાં પ્રથમ ચેમ્પિયન બનવાની તક પણ રહેલી છે. ટીમ ઇન્ડિયાએ 21મી સદીમાં (1 જાન્યુઆરી, 2001થી અત્યારસુધી) 214 ટેસ્ટ મેચ રમી છે અને 99 મેચમાં વિજય મેળવ્યો છે. ટીમ ઈન્ડિયાએ અત્યારસુધી 57 મેચમાં પરાજયનો સામનો કર્યો છે, જેમાથી 36 મેચ ડ્રો રહી છે.

ઈંગ્લેન્ડે 115 અને ઓસ્ટ્રેલિયાએ 130 મેચ જીતી

21મી સદીમાં ટેસ્ટ ક્રિકેટ જગતમાં ભારતથી વધુ જીત ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે પ્રાપ્ત કરી છે. ઓસ્ટ્રેલિયાએ 224 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 130માં જીત અને 58 હારનો સામનો કર્યો છે. આસ્ટ્રેલિયાની 36 મેચ ડ્રો રહી છે. વળી ઇંગ્લેન્ડની ટીમની વાત કરીએ તો એણે 258 મેચ રમી છે, જેમાંથી 115માં જીત અને 85માં હારનો સામનો કર્યો છે. ઈંગ્લેન્ડની 21મી સદીમાં 58 મેચ ડ્રો રહી છે. ભારત પછી સાઉથ આફ્રિકા (194 મેચમાં 94 જીત) ચોથા ક્રમાંક પર આવે છે. જ્યારે પાંચમા સ્થામ પર શ્રીલંકા (191 મેચમાંથી 74 જીત) અને છઠ્ઠા ક્રમાંક પર પાકિસ્તાન ( 164માં 65 જીત ) સાથે અંકતારિકામાં સ્થાન પ્રાપ્ત કરીને બેઠું છે.

પ્રથમવાર એક સદીમાં 100 ટેસ્ટ જીતશે ભારત

ભારતીય ટીમે ગત સદીમાં 336 મેચ રમી હતી, જેમાંથી 63માં જીત પ્રાપ્ત કરી હતી. ભારતીય ટીમ 1932થી ટેસ્ટ ક્રિકેટ રમી રહી છે. તેથી આ ભારતીય ટીમ માટે પ્રથમ તક છે, જેમાં તેઓ 1 સદીમાં 100 ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ સ્થાપિત કરી શકે છે. આ તો ફક્ત 2021 છે, ભારત આ સદીના અંત સુધીમાં સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનારી ટીમ પણ બની શકે છે.

ચાર કેપ્ટને ભારતીય ટીમની તસવીર બદલી

આ સદીમાં ભારતીય ટીમની કાયા પલટમાં 4 કેપ્ટનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. જેમાં સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી સામેલ છે. આના સિવાય અનિલ કુંબલે, વીરેન્દ્ર સહેવાગ અને અજિંક્યા રહાણેએ આ ટીમની કેપ્ટનશિપને સંભાળી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. વર્ષ 2001થી અત્યારસુધી ભારતે ગાંગુલીની કેપ્ટનશિપમાં 19, ધોનીની કેપ્ટનશિપમાં 27 અને વિરાટની કેપ્ટનશિપમાં 36 ટેસ્ટ મેચમાં જીત પ્રાપ્ત કરી છે. દ્રવિડે 8, કુંબલેએ 3, રહાણેએ 4 અને સહેવાગે 2 મેચમાં કેપ્ટન તરીકે ટીમને જીત અપાવી હતી.

વિપક્ષીના ઘરમાં 39 જીત

2001થી લઇને અત્યારસુધી ભારતીય ટીમે વિદેશમાં પણ સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને સતત 2 વેળાએ એનાજ ઘરમાં પરાસ્ત કર્યું છે. આ સદીમાં ભારતે વિપક્ષી ટીમોને તેમના જ હોમ ગ્રાઉન્ડમાં 39 વાર હરાવ્યું છે. વિશ્વ ક્રિકેટમાં માત્ર ઓસ્ટ્રેલિયા જ આ રેકોર્ડમાં ભારતીય ટીમથી આગળ છે. આસ્ટ્રેલિયાએ 47 વાર વિપક્ષીને તેમના જ ઘરમાં હરાવ્યું છે. ગત સદીમાં ભારતીય ટીમે વિપક્ષી ટીમને એનાજ ઘરમાં 15 વાર પરાસ્ત કરી શકી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here