બોક્સિંગ ડે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનું એલાન : બીજી ટેસ્ટમાં શુભમન ગિલ અને સિરાજ ડેબ્યુ કરશે.

0
3

ચાર ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરવામાં આવી છે. બે ખેલાડી ટેસ્ટ ડેબ્યુ કરશે. તે છે શુભમન ગિલ અને ઝડપી બોલર છે મોહમ્મદ સિરાજ. વિકેટકીપિંગની જવાબદારી ઋષિમાન સાહા પાસેથી લઈ ઋષભ પંતને સોંપવામાં આવી છે. પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કરનાર પૃથ્વી શોને ટીમથી બહાર કરી દેવામાં આવ્યો છે, જ્યારે રવીન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન મળ્યું છે.

કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી રજા પર ભારત પરત ફર્યો છે, માટે કેપ્ટનની જવાબદારી અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. મિડલ ઓર્ડરના બેટ્સમેન ચેતેશ્વર પૂજારા વાઇસ-કેપ્ટન રહેશે.

ટીમ આ પ્રકારે છે

અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ઓલરાઉન્ડર હોવાને કારણે જાડેજાને તક

જાડેજાએ ભારત માટે 49 ટેસ્ટમાં 35થી વધુની સરેરાશથી 1,869 રન બનાવ્યા છે. એમાં એક સદી અને 14 ફિફ્ટીનો સમાવેશ છે. તેણે પોતાના છેલ્લા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર ફિફ્ટી ફટકારી હતી. આ સિવાય તેણે 49 ટેસ્ટ મેચમાં 24.63ની એવરેજથી 213 વિકેટ પણ ઝડપી છે, આથી તેને ઓલરાઉન્ડર તરીકે તેને પ્લેઇંગ-11માં સ્થાન આપવામાં આવ્યું છે.

રાહુલને ટીમમાં સ્થાન નહીં

વોર્મ-અપ મેચોમાં સારું પ્રદર્શન કરનાર લોકેશ રાહુલને આ વખતે પણ ટેસ્ટ ટીમમાં સ્થાન મળી શક્યું નથી. સુનીલ ગાવસ્કર સહિત કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ રાહુલને ટીમમાં સામેલ કરવાની માગ કરી હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટે હનુમા વિહારીને તક આપી, કદાચ કારણ કે તે પાર્ટ ટાઈમ સ્પિન પણ કરી શકે છે.

ખરાબ પ્રદર્શનને કારણે શોને ટીમમાં સ્થાન નહીં

ભારતીય ઓપનર પૃથ્વી શો ડે-નાઇટ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો. પહેલી ઇનિંગમાં તે ખાતું પણ ખોલી શક્યો નહીં અને મેચના બીજા બોલ પર મિશેલ સ્ટાર્ક તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. બીજી ઇનિંગમાં ખાતું તો ખોલાવ્યું, પરંતુ તે ફક્ત 4 રન જ બનાવી શક્યો અને પેટ કમિન્સના બોલ પર બોલ્ડ થઈ ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here