ટીમ ઇન્ડિયાનો સ્કોર 2 વિકેટે 50 રનને પાર, ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી ક્રિઝ પર

0
14

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે 2 વિકેટે 64 રન કર્યા છે. ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી ક્રિઝ પર ઊભા છે. મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે 1-1 વિકેટ લીધી છે.

અગ્રવાલ શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહીં
પૃથ્વી શો સસ્તામાં આઉટ થયો તે પછી મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારાએ બાજી સંભાળતા બીજી વિકેટ માટે 32 રન કર્યા. અગ્રવાલ સારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહીં. તે 17 રને પેટ કમિન્સની બોલિંગમાં બોલ્ડ થયો.

શો શૂન્ય રને બોલ્ડ થયો
ભારતની શરૂઆત નિરાશાજનક રહી. પૃથ્વી શો શૂન્ય રને મિચેલ સ્ટાર્કની બોલિંગમાં બોલ્ડ થયો. સ્ટાર્કે મેચના બીજા જ બોલે ઓસ્ટ્રેલિયાને સફળતા અપાવી.

ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી
ભારતના કપ્તાન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. આ વિદેશમાં ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ છે. બીજા ઓપનર તરીકે પૃથ્વી શો, વિકેટકીપર તરીકે રિદ્ધિમાન સાહા અને ત્રીજા પેસર તરીકે ઉમેશ યાદવની પસંદગી કરવામાં આવી છે.

ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે મિડલ ઓર્ડર સંભાળશે. હનુમા વિહારી નંબર 6 અને રિદ્ધિમાન સાહા વિકેટકીપર તેમજ સાતમા ક્રમે પૂંછડિયા સાથે ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપશે. મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગની જવાબદારી લેશે. રવિચંદ્રન અશ્વિન પોતાના ઓફ-સ્પિનથી ઓસ્ટ્રેલિયાને હેરાન કરશે.

વિરાટ કોહલી ટોસ જીતે ત્યારે ભારતનો ટેસ્ટમાં રેકોર્ડ:

મેચ: 25
જીત: 21
હાર: 0
ડ્રો: 4

ભારતની પ્લેઇંગ-11:

મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવ

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11:

જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરન ગ્રીન, ટિમ પેન (વિકેટકીપર/ કેપ્ટન), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન, જોશ હેઝલવૂડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here