વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી આવતી કાલે, આ 5 ખેલાડીઓને મળશે તક

0
41

વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી શુક્રવારે એટલે કે આવતી કાલે કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા ત્રણ ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ શરૂ કરશે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ 3 ટી-20 ઇન્ટરનેશનલ, 3 વન ડે અને 2 ટેસ્ટ રમશે.

વર્લ્ડ કપ 2019માં હાર બાદ ટીમ ઇન્ડીયા સામે મિડલ ઓર્ડરને લઇ મોટી સમસ્યા ઉભી થઈ છે. આ પ્રવાસ દરમિયાન 5 એવા યુવા ખેલાડી છે જેમને ભારતીય ટીમમાં તક મળી શકે છે. આ ખેલાડીઓને અત્યારથી જ 2023 વર્લ્ડ કપ માટે તૈયાર કરવા પડશે. આ લિસ્ટમાં સૌથી પહેલા નામ આવે છે. પૃથ્વી શોનું, 19 વર્ષનો આ યુવા ખેલાડી આક્રમક બેટ્સમેન છે અને તેની સરખામણી વિરેન્દ્ર સહેવાગ સાથે કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ પૃથ્વીએ A ક્રિકેટમાં 26 ઈનિંગ્સમાં 1065 રન બનાવ્યા છે. પૃથ્વીને IPL અને ઇન્ટરનેશનલ ક્રિકેટનો પણ અનુભવ છે. જો શિખર ધવનની આ સિરીઝ માટે પસંદગી ન થાય તો પૃથ્વી શોને તક મળી શકે છે.

આ લિસ્ટમાં બીજા ક્રમે છે મયંક અગ્રવાલ જેને વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત વિજય શંકરની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને મેચ રમવાની તક મળી નહોતી. આ પહેલા મયંકે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. તેને ભારત માટે બે ટેસ્ટની 3 ઇનિંગ્સમાં 195 રન બનાવ્યા જેમાં 2 અધડી સદી સામેલ છે. મયંકે A ક્રિકેટમાં 75 ઇનિંગ્સમાં 3605 રન બનાવ્યા જેમાં 12 સદી અને 14 અડધી સદી સામેલ છે. જ્યારે રિષભ પંતને એમ.એસ.ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો છે. પંતને વર્લ્ડ કપમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને કોઈ ખાસ કમાલ કરી ન નહોતી. પંતને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે વિકેટકીપર બેટ્સમેન તરીકે સામેલ કરવાની પૂરી સંભાવના છે. રિષભ પંતને નંબર ચાર પર ફરી તક આપવામાં આવી શકે છે.

આ સિવાય શ્રેયસ અય્યર તરીકે ભારતની મિડલ ઓર્ડરની સમસ્યા ઉકેલાઈ શકાય છે. તેને નંબર 3 પર તક આપવામાં આવી શકે છે. અય્યરને આઈપીએલમાં ટીમના કેપ્ટન તરીકે પણ સારો અનુભવ છે. જોકે તેને માત્ર 6 વન ડે ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. ખલીલ અહમદની વાત કરીએ તો જહીર ખાન, ઇરફાન પઠાન અને આશીષ નેહરા બાદ ભારતને લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર મળ્યો નથી. તેથી ખલીલ એક સારો વિકલ્પ છે. ગત વર્ષે ખલીલે એશિયા કપ દરમિયાન વન ડે મેચમાં ડેબ્યૂ કર્યું હતું અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે વર્લ્ડ કપમાં મોહમ્મદ શામીના શાનદાર પ્રદર્શનથી આ સંભાવના સમાપ્ત થઈ છે. વર્તમાનમાં ખલીલ ભારતની A ટીમનો હિસ્સો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here