રાજકોટ : ભારતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂ નો જથ્થો પકડી પાડતી આજી ડેમ પોલીસ સ્ટેશન ની ટીમ

0
94

મ્હેં પોલીસે કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા જોઈન્ટ પોલીસ કમિશ્નર શ્રી અજય ચૌધરી સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબ, ઝોન 1 શ્રી રવિ સૈની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ , પૂર્વ વિભાગ શ્રી એચ. એલ. રાવલ સાહેબ ના માર્ગદર્શન અને સૂચના અન્વયે રાજકોટ શહેર માં દારૂ ની બંદી નેસ્ત નાબૂદ કરી વધુ માં વધુ કેશો શોધી કાઢવાની ઇ.પો.ઇન્સ એમ. જે. રાઠોડ સાહેબ ને સૂચના કરેલ હોઈ જે અન્વયે આજ રોજ પો. હેડ. કોન્સ કનકસિંહ સોલંકી તથા કુલદીપસિંહ જાડેજા ને મળેલ બાતમી આધારે વે – બ્રિજ ની સામે સર્વિસ રોડ ઉપરથી બોલેરો પીકઅપ ગાડી રજી.નં. જી.જી.03. બી. વી. 9667 માંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ

ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ ની મેકડોવેલ નં : 1, સુપ્રિયર વિશકી ઓરજીજનલ લખેલ 750 એમ.એલ ની કાચની કંપની શીલપેક બોટલો નંગ 360 તથા બોલેરો પીકઅપ ની આર.સી. બુક ની નકલ , બોલેરો પીકઅપ કિ. રૂ 600000 મળી કુલ 744000 નો મુદામાલ કબ્જે કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here