દ્રશ્યો જોનારની આંખમાંથી આંસુ રોકાતા નથી , આરોપીએ ઘરની બારીમાંથી સુતેલા બાળકો પર એસિડ નાંખ્યું અને માસુમોની ચિચિયારીઓ પડી

0
0

શહેરના મધુપુરા વિસ્તારમાં આવેલી લાખાજી કુંવરજીની ચાલીમાં રહેતા દાંતણી પરિવારમાં નજીકના સ્વજનના ઘરે લગ્ન હતા. મુંબઈથી આવેલા મહેમાનો પણ તેમના ઘરે હતા, ત્યારે વહેલી સવારે બાળકો સહિત બધા ઘરમાં સુતા હતા અને અચાનક બારીમાંથી એક યુવકે એસિડ છાંટી દેતા માસૂમ બાળકો ચિચિયારીઓ પાડવા લાગ્યા હતાં. અને ગંભીર રીતે દાજી ગયેલા બાળકોને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. પરિવારની એક દીકરી દિવ્યા ફોઈના ઘરે ગઈ હોવાથી બચી ગઈ પણ દીકરીના ચહેરા પર ભાઈ બહેનના હોસ્પિટલમાં હોવાની વાતથી સમસમી ઉઠે છે.

મકાનની બાબતમાં બાળકોનો જીવ લેવાનો પ્રયાસ
મધુપુરા પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર આવેલી ચાલીમાં શુક્રવારે વહેલી સવારે દાંતણી પરિવારમાં જે બન્યું તે જાણીને આસપાસના લોકો સમસમી ઉઠ્યા છે. માસૂમ બાળકોને મકાનની બાબતમાં નજીકના કાકાના દીકરાએ એસિડ છાંટીને જીવથી મરવાનો પ્રયાસ કર્યો હતો.

એસિડ એટેકમાં બે દિવસ બાદ પણ આરોપી પકડાયો નથી
પરિવારની હત્યાના ઇરાદે બાળકો પર એસિડ એટેકની ગંભીર ઘટના હોવા છતાં માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ મહાવીરસિંહ બારડ અત્યારે આરોપીઓ સુધી પહોંચી શક્યા નથી અને પોતાની કેબીન બંધ કરી અને અન્ય કેસોની સ્ટડી કરવા લાગ્યા છે. બાળકો પર એસિડ ફેંકવાની ઘટનાને તેઓ એકદમ સરળ રીતે લીધી છે અને 48 કલાક બાદ તેઓ આરોપી સુધી પહોંચ્યાં નથી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here