ફર્સ્ટ લુક : સુઝુકીના V-Strom 650 XT બાઇકની ટીઝર ઇમેજ રિલીઝ થઈ, હવે બાઇકમાં BS6 એન્જિન મળશે

0
3

દિલ્હી. સુઝુકી મોટરસાઇકલ તેની એડવેન્ચર ટૂરર બાઇક V-Strom 650 XTનું BS6 મોડેલ લાવવા જઈ રહી છે. કંપનીએ ઓફિશિયલ વેબસાઇટ પર BS6 Suzuki V-Strom 650 XTની ટીઝર ઇમેજ રિલીઝ કરી છે. અપડેટે બાઇકના લોન્ચિંગ ડેટ હજી જાહેર નથી થઈ. પરંતુ લોકડાઉન પૂરું થયા બાદ શક્ય એટલી વહેલી તકે આ બાઇક માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.

એન્જિન ડિટેલ્સ

ટીઝર સિવાય સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ BS6 કમ્પ્લાયન્ટ V-Strom 650 XT વિશે વધુ કોઈ જાણકારી નથી આપી. આ એડવેન્ચર ટૂરર બાઇક 645cc, પેરેલલ ટ્વીન એન્જિન સાથે આવશે, જે BS6 નોર્મ્સ અનુસાર છે. કંપની રિવાઇઝ્ડ પાવર ફિગર માટે એન્જિનમાં થોડો ફેરફાર કરી શકે છે. BS4 વર્ઝનમાં 645cc, લિક્વિડ કૂલ્ડ, V-ટ્વીન એન્જિન આપવામાં આવ્યું હતું, જે 70 bhp પાવર અને 62 Nm ટોર્ક જનરેટ કરે છે.

ફીચર્સ

નવી સુઝુકી V-Strom 650 XTના કેટલાક ફીચર્સ તેનાં જૂનાં મોડેલ જેવાં જ હશે. તેમાં એનાલોગ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, અડજસ્ટેબલ વિંડસ્ક્રીન, લેવલ-3 ટ્રેક્શન કન્ટ્રોલ, ઇઝી સ્ટાર્ટ સિસ્ટમ અને લો rpm આસિસ્ટ જેવાં ફીચર્સ પણ આપવામાં આવશે.

અપડેટેડ સુઝુકી V-Strom 650 XTમાં જૂનાં મોડલની જેમ જ ફ્રંટમાં 43mm અડજસ્ટેબલ ટેલિસ્કોપિક ફોર્ક્સ અને રિઅરમાં પ્રિલોડ અડજસ્ટેબલ મોનોશોક સસ્પેન્શન હશે. બાઇકના ફ્રંટમાં 310mm ડ્યુઅલ ડિસ્ક અને રિઅરમાં 260mm ડિસ્ક બ્રેક મળશે. આ એડવેન્ચર ટૂરર બાઇક ડ્યુઅલ ચેનલ ABSથી સજ્જ હશે. કલર ઓપ્શન પણ જૂનાં મોડેલ જેવાં જ રહેવાની અપેક્ષા છે, જેમાં ચેમ્પિયન યલો અને પર્લ વ્હાઇટ ગ્લેશિયર સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here