બોલિવૂડ : રાની મુખર્જી સ્ટારર ‘મર્દાની 2’ ફિલ્મનું ટીઝર રિલીઝ, 13 ડિસેમ્બરે ફિલ્મ થિયેટરમાં જોવા મળશે

0
34

બોલિવૂડ ડેસ્ક: રાની મુખર્જી સ્ટારર ‘મર્દાની 2’ ફિલ્મનું રિલીઝ ડેટ અનાઉન્સમેન્ટનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ રાની મુખર્જી સ્ટારર ‘મર્દાની’ ફિલ્મ ફ્રેન્ચાઇઝીની બીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં પણ રાની પોલીસ ઓફિસરના જ રોલમાં છે. ટીઝરમાં રાનીનો એક ડાયલોગ છે કે, અબ તું કિસી લડકી કો હાથ લગા કે તો દિખા, તુજે ઇતના મારુંગી કી તેરી ત્વચા સે તેરી ઉમ્ર કા પતા નહીં ચલેગા.’ ફિલ્મ આ જ વર્ષે 13 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.

‘મર્દાની 2’ ફિલ્મ 2014ની રાનીની ફિલ્મ ‘મર્દાની’ની સિક્વલ છે. આ ફિલ્મને રાનીનો પતિ આદિત્ય ચોપરા પ્રોડ્યૂસ કરી રહ્યો છે. ‘મર્દાની’ ફિલ્મના રાઇટર ગોપી પુથરન ‘મર્દાની 2’ના ડિરેક્ટર છે. આ ફિલ્મમાં પણ રાની ‘શિવાની શિવાજી રોય’ તરીકે પોલીસ ઓફિસરના રોલમાં છે જે એક નિર્દય વિલનની પાછળ પડી હોય છે.

‘મર્દાની’ ફિલ્મ
‘મર્દાની’ ફિલ્મ 2014માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મના ડિરેક્ટર પ્રદીપ સરકાર હતા. ફિલ્મમાં રાની પોલીસ ઓફિસર હોય છે, જે તેની દત્તક દીકરી ગાયબ થતાં તેની શોધખોળ કરે છે. તેના ઇન્વેસ્ટિગેશનમાં તે મુંબઈમાં ચાલતા હ્યુમન ટ્રાફિકિંગના ધંધાની પોલ ખોલે છે. ‘મર્દાની’ ફિલ્મ 21 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, જેને બોક્સઓફિસ પર 56 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here